Advertisement
Author: નોબત સમાચાર

જીએસટીના ભારણના કારણે જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના ભરડામાં

નાના કારખાનેદારો મજુરી કરવા મબજુર બની રહ્યા છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરમાં લાખો લોકોને રોજગારી આપતો બ્રાસ ઉદ્યોગ અત્યંત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. જીએસટીનું ભારણ, જીએસટીની જટીલતા, કોરોના પછીની મંદી, વધી રહેલા રો-મટીરીયલના ભાવ, વર્કિંગ કેપિટલના ભારે દબાણના કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના અને મધ્યમ કારખાનેદારો તૂટી રહ્યા છે.

જામનગરના બ્રાસ ઉદ્યોગને આ આર્થિક સંકટમાંથી ઉગારવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાએ આંકડાકીય વિગતો સાથે વિસ્તૃત રજૂઆત કરી છે.

જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. મોટા ઉદ્યોગકારો પાસે કામ ડાયવર્ટ થઈ રહ્યું છે અને નાના તથા મધ્યમ કારખાનેદારો મજુરી કરવા મજબૂર બની રહ્યા છે.

આ આવેદનપત્રમાં તેમણે રજૂ કરેલી આંકડાકીય વિગતોમાં જામનગરના મોટાભાગના નાના અને મધ્યમ કારખાનેદારો દરરોજ લગભગ ૧ ટન રો-મટીરીયલ ખરીદી કરે છે અને ઉદ્યોગનો સાયકલ સામાન્ય રીતે ૪૦ દિવસનો રહ્યો છે.

કેસ ૧: રૂ।. ૭૦૦ પ્રતિકિલો ભાવ મુજબ, દૈનિક ખરીદી ૧ ટન-૧૦૦૦ કિલો-ભાવ-રૂ।. ૭૦૦ પ્રતિકિલો-દૈનિક ખરીદી રૂ।. ૭,૦૦,૦૦૦ (૭ લાખ), જીએસટી (૧૮ ટકા) ૭,૦૦,૦૦૦ ૧૮ ટકા રૂ।. ૧,ર૬,૦૦૦ (દેનિક જીએસટી).

૪૦ દિવસની ખીદીમાં કુલ રો-મટીરીયલ ખરીદી રૂ।. ર,૮૦,૦૦,૦૦૦ (ર.૮૦ કરોડ), કુલ જીએસટી રૂ।. પ૦,૪૦,૦૦૦ (પ૦.૪૦ લાખ) અને કુલ કેપિટલ બ્લોક રૂ।. ૩,૩૦,૪૦,૦૦૦ (૩.૩૦ કરોડ) થાય છે. આમ માત્ર જીએસટીમાં જ લાખો રૂપિયાની મૂડી ફસાય જાય છે.

આ તો રૂ।. ૭૭૦૦ ના ભાવની ગણતરી છે, જેમાં જીએસટીમાં જ રૂ।. પ૦.૪૦ લાખ જેવી જંગી રકમ બ્લોક થઈ જાય છે.

આ સ્થિતિમાં નાના ઉદ્યોગકારોની મોટી રકમ ૪૦ દિવસ સુધી જીએસટીમાં બ્લોક થાય છે, જેની સામે રો-મટીરીયલની ખરીદી તો સતત ચાલુ જ રાખવી પડે છે. ગ્રાહકો પાસેથી પેમેન્ટ મોડુ મળે છે. જીએસટી રીફન્ડ મેળવવામાં વિલંબ થાય છે અને બેંકોમાંથી ધિરાણ મેળવવું પણ સરળ નહીં હોવાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે ૩ થી ૪ કરોડની વર્કિંગ કેપિટલ જાળવવી અશક્ય બની રહી છે.

આવી સ્થિતિમાં સરકાર તરફથી પણ અસમાનતા જોવા મળે છે. જીએસટી બાકી હોય તો નોટીસ તરત જ ફટકારાય છે, પણ રીફન્ડ લાંબા સમય સુધી મળતું નથી. દંડ અને અન્ય કાર્યવાહી સરકાર ઝડપથી કરે છે. નાના ઉદ્યોગકારો માટે કોઈ ટ્રીબ્યુનલ અથવા ઝડપી નિવારણ વ્યવસ્થા નથી.

આ તમામ બાબતો અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને બ્રાસ ઉદ્યોગ માટે જીએસટીમાં વિશેષ રાહત આપવામાં આવે, નાના ઉદ્યોગકારો માટે વર્કિંગ કેપિટલ સહાય યોજના જાહેર કરવામાં આવે, જીએસટીના રીફન્ડ આપવાની સિસ્ટમને ઝડપી બનાવવામાં આવે અને નાના ઉદ્યોગકારો માટે ઉદ્યોગોને ચાલુ રાખી શકાય તે માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

જીએસટી માટે બેંકના વ્યાજનું ભારણ

નાના અને મધ્યમ ઉદ્યોગકારોને જીએસટીની રકમ ભરવા માટે બેંકોમાંથી સીસી/ઓવરડ્રાફ્ટથી નાણા ૮ ટકાના વ્યાજે લેવા પડે... અર્થાત્ આવા ઉદ્યોગકારો જીએસટી તો ભરે અને રોકાણ થાય પણ તે ઉપરાંત ૮ ટકા જેવું વ્યાજનું ભારણ પણ નાણા ચૂકવવા માટે આવી પડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh