Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી વ્રતનાં પારણા અંતર્ગત પરંપરાગત આયોજન
'છોટીકાશી' માં જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા રામનવમી પર્વની શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી વ્રતનાં પારણા અંતર્ગત ચૈત્ર સુદ દસમને ગત શનિવારે સાંજે 'અયોધ્યા નગરી', જલારામ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ, ન્યારા પેટ્રોલ પંપ સામે જામનગરમાં સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનાં સમૂહ ભોજન તથા લોહાણા જ્ઞાતિનાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમૂહ ભોજનમાં મહાપ્રસાદ પૂર્વે મહાઆરતી કરવામાં આવી હતી.આ તકે કલેક્ટર કેતન ઠક્કર,જૂનાગઢ ભાજપ અગ્રણી ગિરીશભાઇ કોટેચા સહિતનાં રઘુવંશી અગ્રણીઓ અતિથી થયા હતાં. અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ મોદી, 'નોબત' પરીવારનાં ચેતનભાઇ માધવાણી, અશોકભાઈ લાલ, ભાવિક બરછા, અશોકભાઇ જોબનપુત્રા, હર્ષદ જોબનપુત્રા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, વિપુલભાઇ કોટક, નીરજભાઇ દત્તાણી ઉપરાંત લોહાણા મહાજન કમિટી મેમ્બર્સ વગેરે સ્થાનિક રઘુવંશી અગ્રણીઓ અતિથીઓ સાથે જ મહાઆરતી - પૂજનમાં જોડાયા હતાં. બ્રહ્મભોજન પછી હજારો રઘુવંશીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જયશ્રી રામના નારા સાથે મહાપ્રસાદ લઇ સૌ કોઈ ધન્ય થયા હતા અને 'છોટીકાશી' માં 'અવધ'નું વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી રામચંદ્ર પ્રાગટ્ય મહોત્સવ સમિતિનાં માધવ સુખપરીયા, અપૂર્વ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી,સુજલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, શ્યામ કુંડલીયા, આયુષ પોપટ, કબીર વિઠ્ઠલાણી, કર્તવ્ય સુચક, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંકિત મહેતા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial