Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવક-શ્રાવિકાઓ તા. ૧૫ એપ્રિલ સુધી નામ નોંધાવી શકશે
જામનગર તા. ૪: જામનગર શહેરમાં બિરાજતા પ. પૂ. કેશવજી મુની મ.સા. આદી ઠાણાના આર્શીવાદથી તેમજ જામનગરમાં બિરાજતા પ પૂ. ઝવેર પરિવારના પૂ. દયાબાઈ સ્વામીના શુશિષ્યાની પ્રેરણાથી પ.પૂ.બા.બ્ર. હર્ષાબાઈ સ્વામી તેમજ સંધમાતાના જયેષ્ઠ પુત્ર શ્રી મુકેશભાઈ જયસુખલાલ શાહ તથા સૌથી નાના પુત્રવધૂ જયશ્રીબેન મયુરભાઈ શાહની પાવન સ્મૃતિમાં વૈશાખ સુદ ત્રીજ સોમવાર તા. ૨૦-૪-૨૦૨૬ થી શ્રી સમસ્ત જૈન સમાજ માટે નવા વર્ષીતપનો શુભારંભ થશે. દાતા પરિવાર શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ હ. સંઘમાતા હેમલતાના શાહ પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ ઉપવાસના પ્રત્યાખ્યાન તા. ૨૦-૪-૨૦૨૬ ગુરૂણી દેવ બા. બ્ર. દયાબાઈ મ સ. શુશિષ્યાઓના શ્રીમુખે શ્રી જયસુખલાલ મનસુખલાલ શાહ વારિયા ડેલા ઉપાશ્રયમાં વ્યાખ્યાન દરમ્યાન ફરમાવવામાં આવશે જેનો સમય ૧૦:૩૦ થી ૧૧:૦૦ રહેશે. એવી જ રીતે પ્રથમ પ્રત્યાખ્યાન જે-તે નજીકના ઉપાશ્રયમાં ૧૦:૩૦ થી ૧૧:૦૦ વચ્ચે લેવાનું રહેશે.
મૂર્તિપૂજક તપસ્વીઓએ પ્રત્યાખ્યાન એમના સંતો પાસે જ્યાં બિરાજતા હોય ત્યાં લેવાના રહેશે બાકી નજીકના કોઈપણ સંત પાસે લઈ શકશે.
ભારપૂર્વક જણાવ્યું છે કે પટેલ કોલોની ૪ નંબરમાં પ.પૂ. બ્રા.બ્ર કેશવજી મુની આદી ઠાણા બિરાજી રહૃાા છે, તો જેમને પ્રત્યાખ્યાન નજીકમાં સંતો ના હોય તો ત્યાં બારેમાસ સ્થવીર ભગવંત સ્થિરવાસ બિરાજી રહૃાા છે તેથી ત્યાં પ્રત્યાખ્યાન આપવામાં આવશે. જેની નોંધ લઈ શકાશે.
આ નવા શરૂ કરવામાં આવેલાં વર્ષીતપ શ્રાવક-શ્રાવિકાઓ તેમના અનુકુળતા મુજબ ચાલુ માસ દરમ્યાન એટલે કે ૧૫-૪-૨૦૨૬ બુધવાર સુધીમાં. ''સેવા'' સંસ્થા કાર્યાલય ફોન નંબર ૨૫૫૪૩૩૭, શ્રી મંજુબેન મેતા મો.નં. ૬૦૧૬૬ ૧૮૫૬૬, શ્રી અનસુયાબેન શાહ મો.નં. ૯૭૨૫૬ ૨૬૭૪૨ શ્રી રીટાબેન મહેતા મો.નં. ૭૫૬૭૮ ૮૨૭૭૨, રાજુભાઈ શાહ મોે.નં. ૯૭૧૨૩ ૭૪૯૩૦ પાસે નોંધાવવા વિનંતી છે. આ આરાધકોમાં ૧૦૧ આરાધકો જોડાઈને વધુમાં વધુ લાભ આપવા દાતા પરિવારની હાર્દિક ઉત્કૃટ ભાવના છે.
નવા વર્ષીતપમાં જોડાવા ઇચ્છતા તપસ્વીઓને દાતા પરિવાર તરફથી સવારે પારણા તથા સાંજે અતર વારણા કરવામાં આવશે. જેમાં સવારે પારણાનો સમય સૂર્યાસ્ત પહેલા ઋતુ અનુસાર ૪:૩૦ થી ૬:૦૦ વાગ્યાનો રહેશે.
નવા શરૂ થતા વર્ષીતપના પારણા તથા અતરવારણા શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષની વાડીમાં કરાવવામાં આવશે પરંતુ અનિવાર્ય સંજોગો અનુસાર સ્થળમાં ફેરફાર કરવાનો થશે. તો તેની જાણ અગાઉથી કરવામાં આવશે. અને તે અંગેની જાણકારી દરેક તપસ્વીઓએ મેળવી લેવાની રહેશે.
આખું વર્ષ દરમ્યાન સમસ્ત જૈન સમાજની સર્વે ફીરકાઓના તપસ્વીઓએ પોતપોતાના ઉપાશ્રયોમાં બિરાજતા સંત-સતીજીઓ પાસે ઉપવાસના પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) લેવાના રહેશે. તે સિવાયના પ્રત્યાખ્યાન ચાંદીબજાર સંઘમાં બિરાજતા મ.સ. પાસેથી તેમજ ૪, પટેલ કોલોનીમાં બિરાજતા પ. પૂ. કેરાવજી મુની મા.સા. આદી ઠાણાઓ પાસેથી તેમજ જામનગર કોઈપણ ઉપાશ્રયમાં બિરાજતા સંત સતીજીઓ પાસેથી લેવાના રહેશે.
વર્ષીતપ દરમ્યાન તપસ્વીઓએ રાત્રિ ભોજનનો તથા સચેત વસ્તુઓ જેવી કે કાચી લીલોતરી તેમજ કાચા પાણીનો ત્યાગ કરવાનો રહેશે. તેમજ પ્રતિક્રમણ કરવાના ભાવ રાખવા ઉપરાંત જણાવ્યું કે કે વર્ષીતપમાં જોડાવા ઇચ્છતા હોય તેમજ અન્ય શ્રાવક-ભાઈઓ-શ્રાવિકા બહેનોને સમય સંજોગો અનુરૂપ વર્ષીતપમાં જોડાવા ઇચ્છા ધરાવતા હોય તેના માટે તા. ૨૦-૪-૨૦૨૬ થી તા. ૨૦-૫-૨૦૨૬ સુધીમાં કોઈ પણ દિવસથી વર્ષીતપમાં જોડાઇ શકશે.
વર્ષીતપમાં આવતા પારણા તથા અતરવારણાના દિવસોએ મૂર્તિપૂજક આરાધકોનું પૂરેપૂરૃં ધ્યાન રાખવામાં આવશે અને બેઠક વ્યવસ્થા જુદી કરવામાં આવશે. બરાબર પારણા-અતર વારણાનું તપસ્વીનું ધ્યાન રાખવામાં આવશે. એ માટે દેરાવાસી શ્રાવકોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેમ આયોજકોએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial