Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વધુ એક પીઆઈની બદલી

રાજ્યના કુલ ૧૯ અધિકારીની થઈ બદલીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના એક પીઆઈ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ૧૯ પીઆઈની ગઈકાલે બદલી કરવામાં આવી છે. જામનગર સહિત રાજ્યભરના પોલીસ વિભાગમાં બિન હથિયારધારી પીઆઈ તરીકે ફરજ બજાવતા કુલમાંથી ૫૧૮ અધિકારી ઓની બદલીઓના તાજેતરમાં રાજ્યના મુખ્ય પોલીસવડા દ્વારા કરવામાં આવેલા હુકમ પછી ગઈકાલે વધુ ૧૯ પીઆઈની બદલીના આદેશ આવ્યા છે. ઉપરોક્ત બદલીઓમાં જામનગરના પીઆઈ એ.એસ. રબારીની બદલી કરવામાં આવી છે. આ અધિકારીને મહેસાણા મૂકવામાં આવ્યા છે. તે ઉપરાંત ડાંગ, અમદાવાદ, જુનાગઢ, વલસાડ, સુરત, ભુજ, ભાવનગર અને જુનાગઢ પીટીસીમાં પણ ફરજ બજાવતા અન્ય ૧૮ની બદલીઓનો જાહેરહિતમાં આદેશ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh