Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકનોનો જનમત યુદ્ધની વિરૂદ્ધમાં:
વોશિંગ્ટન તા. ૧: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય સમય મુજબ ૨ એપ્રિલે વહેલી સવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ અપેક્ષા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ટ્રમ્પે વારંવાર પોતાના નિવેદનોમાં કહૃાું છે કે અમેરિકાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને તેમને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહે કે બંધ રહે તેનાથી કોઈ ફરક પડતો નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે લખ્યું, કાલે રાત્રે ૯ વાગ્યે (ઈટી), રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર મહત્વપૂર્ણ અપડેટ આપવા માટે રાષ્ટ્રને સંબોધિત કરશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે અમેરિકા હવે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની તૈયારી કરી રહૃાું છે કે સંઘર્ષને વધારવાની તૈયારી કરી રહૃાું છે. પ્યુ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે લગભગ દસમાંથી છ અમેરિકનો, અથવા ૬૧ ટકા, ઈરાન સાથેના યુદ્ધ અંગે ટ્રમ્પના વલણ સાથે અસંમત છે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે ૩૭ ટકા લોકો યુદ્ધની તરફેણ કરે છે. આ કારણે ટ્રમ્પ, ઢીલા પડયા હોવાનું અનુમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial