Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાં 'આપ'ની વિજય વિશ્વાસ સભાઃ
પંજાબમાં આમ આદમીની સરકારે ખેડૂતોની સ્થિતિ બદલી છે. ગુજરાતમાં પણ આ મોડલ લાગુ કરવું છે. માટે આગામી ચૂંટણીમાં ભાજપને જાકારો આપી 'આપ'ના ઉમેદવારને વિજેતા બનાવજો તેમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલેે જણાવ્યું હતું. જામનગર જિલ્લાના લાલપુરમાં ગત્ સાંજે વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ સભામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ૩૦ વર્ષથી ભાજપ ગુજરાતને લૂંટી રહી છે, તેણે શાળાઓ-હોસ્પિટલોને બરબાદ કરી નાખી છે. તંત્રમાં ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે. ભાજપ ફક્ત અમીરોની પાર્ટી છે. છેલ્લા ચાર વર્ષમાં પંજાબના ખેડૂતો ખુશખુશાલ થયા છે. પંજાબમાં મફત વીજળી મળે છે. ગુજરાતમાં પણ મફત વીજળી મળી શકે, પરંતુ 'આપ'ની સરકાર લાવવી પડે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંઘ માનએ સભાને સંબોધા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને કોંગ્રેસનો સાથ છે. આથી લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. જો ગુજરાતમાં બાળકોનું ભવિષ્ય બદલવું હોય તો મતદાન સમયે ઝાડુનું બટન દબાવજો. 'આપ'ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દરેક મુખ્યમંત્રી પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માગે છે. ડોક્ટર પોતાના સંતાનને ડોક્ટર અને કલેક્ટર પોતાના સંતાનને કલેક્ટર બનાવવા માગે છે, પરંતુ કોઈ ખેડૂત પોતાના દીકરાને ખેડૂત બનાવવા માંગતા નથી. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, હેમત ખવા, ક્રન્ટલ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, વગેરેએ પણ સંબોધન કર્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial