Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં અગત્યના કામમાં સાવધાની રાખવી, સ્વાસ્થ્ય સંભાળવું
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે મહત્ત્વના કાર્યોમાં સવાધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન અગત્યના/મહત્ત્વના નિર્ણયો લેવામાં સાવધાની રાખવી. અનુભવી કે વડીલ વર્ગની સલાહ આવશ્યક બની રહે. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત અનુભવાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજમાં વધારો થતો જોવા મળે. તા. ૧૩ થી ૧૬ સંભાળવું. તા. ૧૭ થી ૧૯ સ્વાસ્થ્ય સાચવવું.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ મહત્ત્વની કામગીરીમાં સહભાગી થઈ શકો છો, જેના કારણે આપની લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળે. આપના કાર્ય ક્ષેત્રે આપ વ્યસ્ત રહેતા જણાવ. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. નોકરી-ધંધા-વ્યવસાયમાં ઉન્નતિ-પ્રગતિની તકો પ્રાપ્ત થતી જણાય. સંતાનના અભ્યાસ કે આરોગ્ય બાબતે ચિંતા રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૩ થી ૧૬ વ્યસ્તતા. તા. ૧૭ થી ૧૯ ખર્ચાળ.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક બની રહે. આહાર-વિહાર, ખાન-પાન બાબતે બેદરકારી ન રાખવી. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. યાત્રા-પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી. તા. ૧૩ થી ૧૬ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૭ થી ૧૯ માન-સન્માન.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડના, ભોગવિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય, જો કે વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્ત રહો. તા. ૧૩ થી ૧૬ લાભદાયી. તા. ૧૭ થી ૧૯ સુખમય.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપહના દિવસો દરમિયાન આપ પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદદાયી સમય પસાર કરી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળતો જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. મિત્રોનો સાથ મળી રહે. તા. ૧૩ થી ૧૬ નાણાભીડ. તા. ૧૭ થી ૧૯ સાનુકૂળ.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે માન-સન્માન અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક જાહેરજીવન ક્ષેત્રે આપને માન-સન્માનમાં વૃદ્ધિ થતી જોવા મળે. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયક પસાર થાય. નાણાકીય સ્થિતિ સદ્ધર બનતી જણાય. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૩ થી ૧૬ સ્વાસ્થ્ય સંભાળવું. તા. ૧૭ થી ૧૯ માન-સન્માન.
Libra (તુલા: ર-ત)
આપના માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલુ આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. યાત્રા-પ્રવાસ મજાની સાથે સાથે ખર્ચાળ સાબિત થાય. તા. ૧૩ થી ૧૬ સુખમય. તા. ૧૭ થી ૧૯ પ્રવાસ-મુસાફરી.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે વ્યસ્તા વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓ આપના શિરે આવતી જણાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૂમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગેે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. તા. ૧૩ થી ૧૬ વ્યસ્તતા રહે. તા. ૧૭ થી ૧૯ માન-સન્માન મળે.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે નવી પ્રવૃત્તિ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાઓનું અમલિકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહ. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ ગણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે છે. તા. ૧૩ થી ૧૬ નવીન કાર્ય થાય. તા. ૧૭ થી ૧૯ મિશ્ર.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન બિનજરૂરી ખર્ચને કારણે આપનું માસિક બજેટ હાલક-ડોલક થતું જણાય. નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યમાં સુધાર આવતો જણાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. તા. ૧૩ થી ૧૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૭ થી ૧૯ નાણાભીડ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છ. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્ય ક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવ ામાટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. તા. ૧૩ થી ૧૬ લાભદાયી. તા. ૧૭ થી ૧૯ મધ્યમ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં અટવાયેલા કાર્યો પૂૃણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થજીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહી શકે છે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડીલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવતા જણાય. તા. ૧૩ થી ૧૬ આનંદદાયી. તા. ૧૭ થી ૧૯ મિશ્ર.