Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં
દ્વારકા તા. ૨૩: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. રૂ હાલમાં દ્વારકા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે. શનિવાર અને રવિવારની રજાઓ હોવાને કારણે મોટી સંખ્યામાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડયા છે, પરંતુ ઈંધણ ખૂટી પડતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, ઈંધણનો જથ્થો અત્યારે પૂર્ણ થઈ ગયો છે અને હવે સોમવારે નવો જથ્થો આવ્યા પછી જ પેટ્રોલ-ડીઝલ મળી શકશે. ત્યાં સુધી વાહનચાલકો અને પ્રવાસીઓએ રાહ જોવી પડશે અથવા અન્ય વિકલ્પો શોધવા પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial