Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણીમાં
ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારો જાહેર કરાયા છે. બંને પક્ષે તમામ બેઠકો પર ઉમેદવારો રાખ્યા નથી !!
આપના ઉમેદવારો વોર્ડ એકમાંથી અજીજાબેન દાઉદ ચાકી તથા સુમીત પાલાભાઈ મકવાણા, વોર્ડ બેમાં ધર્મિષ્ઠાબેન મુકેશભાઈ ચાવડા, મેરાજ અનવર તુરક, ગીરીશભાઈ મુળજીભાઈ પરમાર, વોર્ડ ૩માં દક્ષાબેન સુમિત મકવાણા, રેશમાબેન હુસેનભાઈ તુરક, મુસ્તાકભાઈ સોઢા, નુરજહાં મુસાભાઈ ભગાડ, વોર્ડ ચારમાં સુનીતાબેન ગોંડલીયા, જયાબેન મુકેશભાઈ જોડ, અબુભાઈ કાસમભાઈ બ્લોચ, આદમભાઈ ભોકલ છે. વોર્ડ પાંચમાં શરીફાબેન બ્લોચ, રેહાનાબેન રૃંજા, ઈમ્તીયાઝ ખાન લોદીન (ગત વખતના બીજેપી સદસ્ય), અવેશભાઈ સંધી છે. વોર્ડ છમાં કાંતિભાઈ દેવશીભાઈ નકુમ, રાજ દિલીપભાઈ મોદી, મોહિના ઝાહીર અબ્બાસ છે. વોર્ડ સાતમાં નયનાબેન જીતેન્દ્ર લગારીયા, સંગીતાબેન મોદી, દેવાણંદ વીરમ રૂડાચ, વિક્રાંતભાઈ દીપકભાઈ પાબારી. વોર્ડ નં આઠમાં યાસીફભાઈ યુસુફભાઈ શેખ તથા રાહુલભાઈ કારાભાઈ છે જ્યારે વોર્ડ નવમાં પુરીબેન હરીશભાઈ ભાયકન, મટુબેન બી. હરીયાણી, રાજેશભાઈ પરબતભાઈ ચેતરીયા, તથા કરણ મુકેશભાઈ પંચમતિયા છે. કુલ ૩૬ માંથી ૩૦ સીટો પર આપ પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા છે.
કોંગ્રેસની યાદી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પાલિકા માટે કોેગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ૩૬ માંથી ૨૦ બેઠકો પર ફોર્મ ભરાયા છે. વોર્ડ નં એકમાં દીનેશ કેશોરભાઈ કંડોરીયા, વસરામ રાણા ડાંગર, વોર્ડ બેમાં કવિતાબેન કપીલભાઈ ત્રિવેદી, સુધીર રમેશભાઈ નકુમ, ઘેલુભાઈ ચનાભાઈ માડમ તથા હર્ષિદાબેન હિતેશભાઈ નકુમ છે. વોર્ડ ત્રણમાં હંસાબેન વિજયભાઈ ડોરૂ, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઢેર, અબ્બાસ અલારખા ઘાવડા છે. વોર્ડ ચારમાં એક જ ઉમેદવાર સાધનાબેન હેમુભા ચૌહાણ છે. વોર્ડ પાંચમાં રેશમા જાવેદ રૃંજા, લાખીબેન આલાભાઈ પતાણી, ઈમરાન ઈકબાલ ભેડા, આફરીદ રફીકભાઈ શેખ છે. વોર્ડ છમાં સુભાષસિંહ ગુલાબસિંહ રાઠોડ, મનોજ નરભેશંકર રાજ્યગુરૂ છે જયારે વોર્ડ આઠમાં આમદ અબ્દુલભાઈ તથા મીતાબેન વિજયભાઈ રાજ્યગુરૂ છેે. કોંગ્રેસ દ્વારા ૩૬ માંથી ૧૫માં ફોર્મ ભર્યા નથી જેમાં વોર્ડ ૭ અને ૯ માં એક પણ ફોર્મ ભરાયા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial