Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પ્રક્રિયા કે જાહેર સૂલેહ-શાંતિનો ભંગ થાય તેવી રીતે
ખંભાળીયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ-ર૦ર૬ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાનો અથવા જાહેર સુલેહ-શાંતિનો ભંગ થાય તેવા છટાદાર ભાષણો, ચાળા પાડવા કે તેવી કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામરાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં. ૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન તા. ૨૬-૪-૨૦૨૬ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૧-૪-૨૦૨૬ના રોજ કરવામાં આવી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કોઇ વિક્ષેપો ઊભા ન થાય તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે અને જાહેર સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવવા માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩થી મળેલ સતાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ના સમગ્ર વિસ્તારમાં ચૂંટ ણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
જેમાં છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સબંધિત મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અથવા તેમના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય છટાદાર ભાષણ આપવાની, ચાળા કરવાની અને તે ચિત્રો,તે નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial