Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવંગત અજિત પવારનો પુત્ર પાર્થ જશે રાજ્યસભામાં...
મુંબઈ તા. ૩૧: દિવંગત અજિત પવારના આકસ્મિક નિધન પછી તેમના પત્ની સુનેત્રા પવાર સાંજે પાંચ વગ્યે રાજભવનમાં શપથ લેશે. પ્રફુલ પટેલને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા જણાવાઈ રહી છે. સુનેત્રા પવાર બારામતી બેઠક પર પેટા ચૂંટણી લડશે, અને પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની રણનીતિ ઘડાઈ હોવાનું જાણવા મળે છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માતમાં આકસ્મિક નિધ પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું સૂકાન કોણ સંભાળશે તે ચિત્ર હવે સપષ્ટ થઈ ગયું છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવારે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવાની સંમતિ આપી દીધી છે. આ સાથે જ પરિવારના વારસાને આગળ ધપાવવા માટે મોટા પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની વ્યૂહરચના ઘડાઈ છે.
સુનેત્રા પવારને એનસીપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. તેઓ આજે શનિવાર (૩૧ જાન્યુઆરી) ના સાંજે પ વાગ્યે મુંબઈ રાજભવનમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ તેમના પતિ અજિત પવારના નિધનથી ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી પણ લડશે. હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે, પરંતુ સરકારમાં જોડાયા પછી તેઓ આ બેઠક ખાલી કરશે, જ્યાં તેમના પુત્ર પાર્થ પવારને ઉમેદવાર બનાવવામાં આવશે તેવી રણનીતિ ઘડવામાં આવી છે.
અજિત પવારના નિધન પછી એવી અટકળો તેજ બની હતી કે એનસીપીના બન્ને જુથો (શરદ પવાર અને અજિત પવાર જુથ) ફરી એક થઈ જશે, પરંતુ સુનેત્રા પવારના નેતૃત્વથી આ અટકળો પર વિરામ મૂકાયો છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રફુલ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે, જો કે પાર્ટીના કાર્યકરોનો એક મોટો વર્ગ સુનેત્રા પવારને જ પક્ષની કમાન સોંપવાના પક્ષમાં છે.
ઉલ્લેખનિય છે કે, ર૮ જાન્યુઆરીના બારામતીમાં થયેલા એક ગમખ્વાર વિમાન અકસ્માતમાં અજિત પવાર અને અન્ય ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતાં. ર૦ જાન્યુઆરીએ તેમના પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં, જેમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહ, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન નબીન સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં.
અજિત પવાર મહાયુતિ સરકારમાં નાણા, આયોજન અને આબકારી જેવા મહત્ત્વના વિભાગો સંભાળતા હતાં. હવે સુનેત્રા પવારને ક્યા મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવે છે એ અંગે પણ અટકળો થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial