Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની સરકારી શાળાઓમાં સ્પર્ધાઓ-ડેમોસ્ટ્રેશન દ્વારા જીવનરક્ષક શિક્ષણ

શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં તા. ૨૭/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૧/૨૦૨૬ દરમિયાન 'શાળા સલામતી સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ સપ્તાહ અંતર્ગત જાગૃતિ લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સપ્તાહનો પ્રારંભ ન્યૂ સ્કૂલ દિગ્વિજયસિંહજી સરકારી શાળાથી કરવામાં આવ્યો હતો, જ્યાં શાળાના આચાર્યના ઉદ્બોધન બાદ ગાંધીનગરથી 'વંદે ગુજરાત' ચેનલના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન નિહાળી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી.

સમગ્ર સપ્તાહ દરમિયાન ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટર એસ.વી. રૂપાણી અને રોડ સેફ્ટી ટ્રેનર વનરાજ વેગડા દ્વારા માર્ગ સલામતીના નિયમોનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા કટોકટીના સમયે ઉપયોગી એવી પ્રાથમિક સારવાર અંગેના જીવંત નિદર્શનો રજૂ કરાયા હતા. પાંચ દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં રોડ સેફ્ટી, ૧૦૮ એમ્બ્યુલન્સ, જીએસએફસી, રિલાયન્સ, ફાયર બ્રિગેડ અને રેડ ક્રોસ સોસાયટી જેવા વિવિધ વિભાગોએ જોડાણ કરી વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને 'શું કરવું અને શું ન કરવું' તે અંગે વિશેષ જાગૃત કર્યા હતા.

આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન વિષય પર નિબંધ, ચિત્ર અને વક્રતૃત્વ સ્પર્ધાઓ તેમજ પોસ્ટર પ્રદર્શન યોજાયા હતા, જેના દ્વારા બાળકોમાં સલામતી પ્રત્યે સભાનતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh