Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના પાટણમાં જુગારનો દરોડોઃ ત્રણ નાસી ગયાઃ
જામનગર તા. ૪: જામનગરના લાખાબાવળ ગામની સીમમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।. ૧૦૯૧૦૦ રોકડા કબજે કરાયા હતા. જામજોધપુરના પાટણ ગામમાં જુગાર રમતા ત્રણ શખ્સ પોલીસને જોઈને નાસી ગયા હતા અને એક શખ્સ ઝડપાઈ ગયો હતો. ત્યાંથી રોકડ તથા બે બાઈક કબજે લેવાયા હતા.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામની સીમમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ જાહેરમાં એકઠા થઈને જુગાર રમતા હોવાની બાતમી પરથી પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળે તીનપત્તી રમતા સુરેશ નથુભાઈ પીંગળ, કૌશિકાબેન વિજયભાઈ વાળા, શાંતિબેન રાજુભાઈ વિસાવડીયા, ભાવનાબેન ગોગનભાઈ ઓડેદરા, અક્ષતાબેન મુકેશભાઈ ચોસલીયા, સંતોકબેન પરબતભાઈ બોખીરીયા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।. ૧૦૯૧૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાના કૂટી રહેલા સંદીપ નારણભાઈ સોનરાજ ઉર્ફે કારો નામના શખસને પોલીસે પકડી પાડયો હતો. પોલીસને જોઈને ત્યાં જુગાર રમતા કેશુભાઈ સાર્દુલભાઈ ગોહિલ, કાનાભાઈ વિરમભાઈ ઓડેદરા ઉર્ફે ભાણો, વિક્રમ જલાભાઈ પરમાર ઉર્ફે બકાલી નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રોકડ, બે બાઈક મળી રૂ।. ૬૦૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. નાસી ગયેલા શખ્સોના સગડ દબાવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial