Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨૦ હજારની બેટરીઓ ઉપડી ગઈઃ
જામનગર તા. ૨૩: જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર સ્ટેશન સુધી નાખવામાં આવતી નવી રેલવેલાઈનના કામમાં નગરના એક આસામીએ પોતાનું હિટાચી મશીન રાખ્યું હતું. તે મશીન રવિવારની રાત્રે નવાનાગનાની સીમમાં હતું ત્યારે ત્યાંથી કોઈ શખ્સ બે બેટરી કાઢી ગયો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ નજીકના યાદવનગર વિસ્તાર પાસે પુષ્પમ પાર્ક-રમાં વસવાટ કરતા ચેતનભાઈ લખમણભાઈ કંડોરીયા નામના આસામીએ પોતાના હિટાચી મશીનમાંથી કોઈ શખ્સ રૂ।.૨૦ હજારની કિંમતની બે બેટરી ચોરી ગયાની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ હ્યુન્ડાઈ કંપનીના હિટાચી મશીનને ચેતનભાઈએ હાપાના રેલવે જંકશનથી ગાંધીનગરના રેલવે સ્ટેશન સુધી નાખવામાં આવતી નવી રેલવે લાઈનના કામમાં મોકલ્યું હતું. આ મશીન નવાનાગના ગામની સીમમાં રેલવે ફાટક પાસે રવિવારે રાખવામાં આવ્યું હતું. ત્યારે તેમાંથી બેટરીઓ ચોરાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial