Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાણખનીજ ખાતાને જાણ કરવામાં આવીઃ
જામનગર તા. ૩: કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસેથી દરિયાઈ રેતી ભરીને જઈ રહેલા દસ ટ્રેક્ટર પોલીસે પકડી પાડ્યા છે. રેતી અંગે સંતોષકારક ખુલાસો ન મળતા દસેય ટ્રેક્ટરના ડ્રાઈવર સામે કાર્યવાહી કરાઈ છે અને ખાણખનીજ ખાતાને તેની જાણ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં થતી ખનીજચોરી સામે પોલીસે કડક પગલાં ભરવાનંુ શરૂ કર્યું છે. જેમાં ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. સવસેટા તથા પોલીસ ટીમ દ્વારા કરાઈ રહેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરના ભોગાત ગામ નજીક ગૌશાળાના કાચા રસ્તા પરથી પસાર થતાં ૧૦ ટ્રેક્ટર રોકી લેવામાં આવ્યા હતા.
આ ટ્રેક્ટરની તલાશી લેવામાં આવતા તેમાંથી દરિયાઈ રેતી મળી આવી છે. રેતી અંગે સંતોષજનક ખુલાસો ન થતાં ટ્રેક્ટરના ચાલક રામશી મશરી, દિનેશ કરશન, પ્રવીણ દેવાણંદ, ધર્મેશ ઘેલુભાઈ, સવદાસ અરજણભાઈ, ભીખુ સવદાસભાઈ, કરણ હમીરભાઈ, હરજુગ રાણાભાઈ, ભીમાભાઈ રામભાઈ, દિનેશ લખમણભાઈ સામે કાર્યવાહી કરાઈ છે અને દ્વારકા જિલ્લાના ખાણખનીજ વિભાગને પોલીસે જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial