Advertisement
Author: નોબત સમાચાર

વસંત માત્ર કુદરતના ખોળે જ ન ખીલે કોઈના જીવનમાં પણ ખીલી શકે...

                                                                                                                                                                                                      

વસંતપંચમી, પ્રેમનો ઉત્સવ ગઈકાલે જ (ઉજવાઈ) ગયો.... આ ઉજવવાની વાત કૌંસમાં રાખી એનું કારણ એક જ.... કે હવે ઉજવણી રહી જ નથી.. એક સમય હતો કે પાનખર પછી છોડ વસંતનું આગમન થવા ના પહેલા વૃક્ષને કૂંપળો ફૂટે અને સર્વત્ર હરિયાળી છવાઈ જાય ત્યારે વસંત ખીલે... આટલી સુંદર હરિયાળી હંમેશાં મન હૃદયમાં આનંદ, પ્રેમની લાગણી ખીલે... હૈયાઓમાં પરસ્પર પ્રેમ ની કૂંપળ ફૂટે... કવિ શ્રી  તુષાર શુક્લ એ એમની રચનામાં વસંતઋતુને સ્પષ્ટપણે પ્રેમ સાથે મૂકી છે, એક છોકરો અને એક છોકરીને પ્રેમ થઇ જાય છે એ બાબત  લખ્યું છે કે ...*સામસામી બારીઓમાં બેઠી વસંત , કહું ફૂલોએ આંખ મિચકારી... ભાઈ આખી વસંત ઋતુ જ પ્રેમની ઋતુ છે... અને એમાં પ્ર ેમનો શ્રેષ્ઠ દિવસ એટલે વસંત પંચમી , જે ગઈ કાલે શુક્રવારે જ હતી... પણ ઉજવણી ક્યાંય થઇ? ના પહેલા તો વસંત પંચમીના દિવસે લગ્ન કેટલા ગોઠવાતા... હવે તો વિદેશથી આયાત થયેલું પ્રેમનું ડીંડવાણું છે ને? *વેલેન્ટાઈન ડે* લગભગ યુવાન હૈયાઓ પ્રેમના નામે ઘેલાં કાઢે....જે ક્ષણિક ઉભરા હોય....ક્ષણિક એટલે અમુક દિવસો પૂરતા...એ દિવસે લગ્ન ગોઠવાય છે,  જેના પરથી વેલેન્ટાઈન ડે છે એ સંત વેલેન્ટાઈન વિશે ઘણી વાતો છે પણ અત્યારે એ ચર્ચા નથી કરવી પણ દુઃખ વ્યક્ત કરવું છે કે આપણી ભારતીય સંસ્કૃતિનો પરંપરાગત દિવસ *વસંત પંચમી* હવે ઉત્સવ નથી રહ્યો...

આ વસંત પંચમી એ ઉત્સવ સાવ ઉદાસ બેઠેલો હતો, એની આંખોમાં આંસુ હતા..... હમણાં બે ત્રણ દિવસ પહેલા જ એને એની ભૂતપૂર્વ અર્ધાંગીની ફાલ્ગુની મળી ગઈ હતી... કેવી એની હાલત  થઇ ગયેલી? ઉત્સવે સાચા અર્થમાં ફાલ્ગુનીને પ્રેમ કર્યો હતો, એ એને હૃદયથી ચાહતો હતો... વર્ષોથી નહિ પણ એના વડીલોએ એના લગ્નનું નક્કી કર્યું, પહેલી વખત એ લોકો એકમેકને જોવા માટે મળ્યા ત્યારથી જ પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થઇ ગયેલો....વસંત અત્યંત લાગણીશીલ અને વળી સાહિત્યકાર.... એને પ્રિયતમા વિશે એક ચોક્કસ ખ્યાલો હતા એવી જ આ ફાલ્ગુની હતી,લાંબા વાળ, અણિયાળી આંખો, નમણુ નાક, ગુલાબી હોઠ, મારકણું  સ્મિત   અને એમાં પાછું એનું નામ ફાલ્ગુની... જાણે પ્રેમના રંગે છલકતો ફાગણ , એણે તો તરત એના વડીલોને કહી દીધું કે મને મંજુર છે... પણ ફાલ્ગુનીને કોઈએ પૂછ્યું? ના એને તો એના માં બાપે જબરદસ્તી કહ્યું એટલે પરાણે લગ્ન કરવાના હતા બાકી એ તો કોલેજકાળથી  પ્રેમ કરતી હતી બીજા એક યુવકને, જેને જોઈને જ ફાલ્ગુની ના પિતાએ કહી દીધું હતું કે આ છકરો તને પ્રેમ નથી કરતો... એનો આશય મલિન છે... એની નજર પૈસા પર છે... ફાલ્ગુનીના પિતા બહુ જ મોટા પ્રતિષ્ઠિત વ્યવસાયી હતા... ઘરમાં દરેક સભ્ય દીઠ એક એક કાર હતી.... ફાલ્ગુની અને યુવક દિપક કોલેજમાં સાથે હતા... દિપક હતો રૂપાળો મજાનો, કપડાં પણ સરસ પહેરે, એને જોતાં લાગે કે કે સારા પૈસાપાત્ર પરિવારનો દીકરો હશે પણ એવું હતું નહિ... એના પિતા એક કંપનીમાં પ્યુન હતા... માં ગૃહિણી અને નાના એક રૂમ રસોડાના ઘરમાં રહેતા હતા...એકનો એક દીકરો... દીપક ને એમ લાગ્યા કરતું હતું કે હું ખોટા ઘરમાં જન્મી ગયો છું... બીજા બધા પાસે કેટલા પૈસા હોય છે... મોજમજા કરતાં હોય છે.... એ કોલેજમાં આવ્યો ત્યારે એના પપ્પાને કહેલું કે હું બે જ જોડ કપડાં રાખીશ પણ સારા બ્રાન્ડેડ... અને એમ જ કરતો... એ જાતે જ ધોઈને ઘરમાં ઈસ્ત્રી કરી નાખતો...પણ રહેતો અપટુડેટ , એમાં એને મળી ગઈ ફાલ્ગુની... એ કાર લઈને આવતી પહેલા જ દિવસે ક્લાસમાં જોતા જ ગમી ગયેલી એને ગમી ગયેલી.... ફાલ્ગુનીની નજર પણ દિપક પર પડી હતી... એકદમ હેન્ડસમ હતો... બન્નેને પરિચય થયો... અને જ્યારે કોલેજ છૂટી  અને બહાર નીકળ્યા ત્યારે ફાલ્ગુની એ કહ્યું કે હું જઈશ... એમ કહી નીકળી અને કારમાં બેઠી ,દિપક તો જોઈ જ રહ્યો... એ વિચારે કે આ તો પૈસાદાર બાપની દીકરી લાગે છે... બસ એણે નક્કી કરી લીધું કે દિપક કુમાર હવે તમારા સારા દિવસો શરૂ થયા... થોડા દિવસમાં તો બન્ને પ્રેમના હલેસા મારવા લાગ્યા... દીપકે શું જાદુ કર્યો હતો કે ફાલ્ગુની ગાંડી ઘેલી થઇ ગયેલી... દિપક એક વાર ફાલ્ગુની ના ઘેર ગયેલો... મોટો બંગલો બંગલા ના કમ્પાઉન્ડ માં ચાર કાર પડેલી... ઘરમાં નોકર ચાકર હતા...ફાલ્ગુનીના પિતાને મળ્યા... દીપકને થયું કે આ તો એ જ શેઠ છે... આંતરરાષ્ટ્રીય લિમિટેડ કંપનીના  માલિક .ફાલ્ગુનીના પિતા એક કુશળ વ્યવસાયી અને પારખું નજર  વાળા હતા... એમણે દીપકને એની નજરો , હિલચાલ  પર થી માપી લીધો હતો....એ પછી એમણે દીપકની  તપાસ કરી દીપકની આખી કુંડળી કાઢી લીધી....નક્કી કરી લીધું હતું કે આ પૈસાનો પૂજારી છે... કોલેજ ના વર્ષ પૂરા થતા સુધીમાં તો ફાલ્ગુની દીપક મય બની ગઈ હતી, હવે એને દિપક સિવાય કંઈ દેખાતું જ નહોતું, ફાલ્ગુની એ બહુ જ જીદ કરેલી એટલે  દિપક ફાલ્ગુનીને એના ઘરે પણ લઈ ગયેલો..., પ્રેમમાં અંધ ફાલ્ગુની  એ સમયે વિચાર્યું કે હું એમાં ગોઠવાઈ જઈશ... દરેકને પ્રારંભિક  જીવન આવું જ હોય, મારા પિતાજીએ પણ નોકરી થી શરૂઆત કરીને પોતાનો ધંધો શરૂ કરેલો અને ધીરે ધીરે આટલે પહોંચ્યા...  મારો દીપક પણ પછી થી ઝળહળશે.

ફાલ્ગુનીના પિતાને આ જરાય મંજૂર નહોતું.... એમણે તાબડતોબ એમના જૂના મિત્ર બિપીનભાઈ ના દીકરા ઉત્સવ સાથે ગોઠવી દીધું.... તેમણે સ્પષ્ટપણે ફાલ્ગુની ને કહી દીધું કે મારી સમાજમાં ઈજ્જત છે, આ તારો દિપક પૈસાનો લાલચુ છે... તને પ્રેમ નથી કરતો, એ તારા પૈસાને પ્રેમ કરે છે, લગ્ન પછી એ પૈસા માગશે... ફાલ્ગુનીએ કહેલું કે તમને ખબર નથી કે એ હીરો છે... પોતે કંઈક બનીને બતાડશે... એના પિતા કહે કે રહેવા દે એ મને ને તમને બનાવીને બતાડશે... એના કરતા રહેવા દે.... હું નહીં કરવા દઉં... એટલે પરાણે ઉત્સવ સાથે ગોઠવાયું જે ઉત્સવને જરા પણ ખબર નહીં..

ધામધૂમથી લગ્ન થયા.... લગ્ન પછી ફાલ્ગુની તો પરાણે બધું કરતી હતી.... એને કંઈ કામ તો કરવાનું હતું , એના પિયર ની જેમ અહીં પણ નોકરચાકર રસોયા કાર્સ બધું જ હતું... એને તો  કોઈ વાતમાં રસ નહોતો.... ઉત્સવ ગળાડૂબ પ્રેમમાં પડી ગયો હતો, એ ફાલ્ગુની ઓર કવિતા લખવા માંડ્યો હતો, લખીને બતાવે એને પણ ફાલ્ગુની ને કોઈ રસ નહોતો... એ જાણતી હતી કે આ માણસ મને અનહદ પ્રેમ કરે છે...પણ એ એને સ્વીકાર્ય નહોતો.... એને તો હજી પણ દિપક જ જતો હતો.... એ બપોરે કર લઇ દીપકને મળવા ચાલી જતી દીપકના ઘેર , દીપકે ઉદાસીના નાટક શરૂ કરી દીધા હતા... ચહેરો દેવદાસ જેવો કરી નાખ્યો હતો.... છ જ મહિનામાં ફાલ્ગુનીએ ઉત્સવને કહી દીધું કે મેં પરાણે તમારી સાથે લગ્ન કર્યા છે... મને તો મારા પ્રિયતમ દિપક સાથે જ લગ્ન કરવા હતા પપ્પાએ આ કર્યું... ઉત્સવે કહ્યું કે તો મને કહી દેવું હતું... હવે મને તારા સિવાય કોઈ છોકરી ન ગમે.... મેં તારા માટે શું શું નથી કર્યું ,તું આમ ન કર.... ફાલ્ગુની કહે કે મારે છૂટા થવું છે.... એ પછી ઉત્સવના પિતા અને ફાલ્ગુની ના પિતા વચ્ચે સંબંધો ઊંચા થઈ ગયા, ફાલ્ગુની ના પિતાએ દિપક નું ભૂત ઉતારવાના બધા પ્રયત્નો કર્યા પણ એ ન થયું કારણ કે દીપક પણ એટલો હોંશિયાર હતો કે ફાલ્ગુનીને એ ભૂત ઉતરે જ નહીં....અંતે ફાલ્ગુનીએ ઘર છોડ્યું.... એક વાર કહીને નીકળી ગઈ... ઉત્સવના પિતા ઈજ્જતદાર માણસ હતા એ વાતનું વતેસર કરવા માગતા નહોતા... જવા દીધી...  ફાલ્ગુનીના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે મારી આબરૂના ધજાગરા કરી આ ઘરમાં આવતી જ નહીં...., એ તેમ છતાં બંગલે આવી અને પિતાએ આવવા જ ન દીધી... એ ગઈ સીધી દીપકને ઘેર...

સમય જતા દીપકની અંદરનો લાલચુ રાક્ષસ તો જાગે ને? એણે બધા પ્રયત્નો કર્યા ફાલ્ગુની ના પિતા પાસેથી ધનવર્ષા કરાવવાના... એ ન થયું પછી  ફાલ્ગુની ને મારપીટ... એ પછી ફાલ્ગુનીને આંખ ઉઘડી કે પપ્પા સાચું કહેતા હતા અને મેં હૃદયથી ચાહનારા મારા પતિને છોડી દીધો... એને દુઃખી કર્યો... લગભગ છ મહિને  એક દિવસ ફાલ્ગુની  શાકમાર્કેટમાં ચાલતી જતી હતી અને એ રસ્તેથી ઉત્સવ કાર લઈને નીકળ્યો...એણે જોયું કે ફાલ્ગુની કેવી નંખાઈ ગઈ છે... કપડાં કેવા છે? સાવ ગરીબ લાગે છે... એણે કાર એની નજીક  ઊભી રાખી... ફાલ્ગુની ઉત્સવને જોઈ ભાગવા જતી હતી અને ઉત્સવે ઊભી રાખી એ નીચે ઉતર્યો અને કહ્યું કે શું હાલત કરી નાખી છે? ઉત્સવે ઘણું કહ્યા પછી ફાલ્ગુનીએ પોતાની આપવીતી કહી અને કહ્યું કે હું કયા મોઢે માફી માંગુ  અને તમે હવે મને માફ પણ ન કરો... ઉત્સવે કહ્યું કે એવું કેમ માની લીધું કે હું અને મારો પરિવાર તને માફ ન કરીયે... હજી કંઈ બગડ્યું નથી... વિચારી લે  તું ગમે ત્યારે આવી શકે છે.... લગભગ અડધો કલાક વાત કરી પછી એ એકદમ બોલી કે મારે જવું પડશે , નહીતો પેલો શોધવા નીકળશે અને અહીં મને તમારી સાથે જોશે તો મારશે... ઉત્સવ કહે કે હજીએ હક્ક ન કરી શકે.... છૂટાછેડા થાય નથી, તું એમ જ એને ત્યાં રહે છે.... વિચારી લે... એમ કહી એ નીકળી ગયો....ઘેર આવીને એણે રાત્રે જમતા જમતા ફાલ્ગુની સાથે મુલાકાત થવાની અને એની હાલત વિશે વાત કરી એ પછી કહ્યું કે મેં એન ે કહ્યું છે કે બધું ભૂલી આવી શકે છે... અમારા  ઘરમાં કોઈ કંઈ નહીં કહે .

આજે વસંત પંચમીએ ઉદાસ ચહેરે એ બેઠો હતો એક જ વિચારે કે આ વસંત ફરી મહેકશે? અને અચાનક એના નોકરે કહ્યું કે શેઠ ભાભી આવ્યા છે આવવા દઉં? ઉત્સવ કહે હા હા આવવા જ દે.... બસ એ પછી વિશેષ કાંઈ કહેવાનું રહેતું જ નથી.... વસંત ખીલી ઉઠી, અહીં અને ફાલ્ગુનીના પિયરમાં. બન્નેના માં બાપ પહોંચેલા હતા એટલે  દીપકનો હિસાબ કરી લીધો....

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh