Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના લખતર પાસે રસ્તો ઓળંગતા શ્રમિક યુવાનને મોટરની ટક્કરથી મોત મળ્યું

મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જોડિયાના લખતર ગામની સીમમાં એક ખેતર ભાગમાં વાવવા રાખનાર મૂળ દાહોદના શ્રમિકનો અઢાર વર્ષનો પુત્ર શનિવારે સાંજે નેશનલ હાઈવે પર રસ્તો ઓળંગતો હતો ત્યારે તેને એક મોટરે ઠોકર મારી પછાડ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં અમરશીભાઈ દલસાણીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સંજોઈ ગામના વતની અમરશીભાઈ કાળુભાઈ ભુરીયા નામના પ્રૌઢનો અઢાર વર્ષનો પુત્ર સંજય શનિવારે સાંજે ખેતરમાં કામ કરી રહ્યો હતો.

આ વેળાએ સંજયને કુદરતી હાજતે જવંુ પડતા આ યુવાન ત્યાંથી નીકળીને નજીકમાં આવેલા ઓવરબ્રિજ પર જવા માટે નેશનલ હાઈવે ઓળંગતો હતો. આ વેળાએ ધ્રોલ તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૩ર-કે ૪૪૮૮ નંબરની અર્ટીગા મોટરે આ યુવાનને ઠોકર મારીને ફંગોળ્યો હતો. રોડ પર પછડાયેલા સંજયને મ્હોં સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા સંજયનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેના પિતા અમરશીભાઈ ભુરીયાએ મોટરના ચાલક સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh