Advertisement
Author: નોબત સમાચાર

સાત રસ્તાથી દિગ્જામ સર્કલ સુધી બનનાર સિક્સલેન રોડમાં બહુવિધ સુવિધાઓઃ લાઈટીંગ-પાર્કિંગનું પ્લાનિંગ

ફૂટપાથ, ડેડીકેટ, પાથ-વે, ડિવાઈડરો, નાના-મધ્યમ-ભારે વાહનોની ડેડીકેટેડ લાઈનો મળશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરમાં પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ સિક્સલેન બનાવવામાં આવનાર છે. જે બાબતે ગઈકાલે મ્યુનિ. કમિશનર અને તેની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

હૈયાત ફોરલેન રોડની પહોળાઈ બંને સાઈડ ૭.પ૦ મીટરથી વધારી બન્ને સાઈડ ૧૧.પ૦ મીટરની થશે, જેથી સમગ્ર પરિવહનમાં ભારે વાહનવ્યવહાર, મધ્યમ નાના ટુ વ્હીલર વાહનોને તેમની ડેડીકેટ લાઈન મળી રહે. ચાલીને જતા રાહદારીઓની સલામતી માટે ડેડીકેટ પાથ-વે માટે બન્ને સાઈડ અલગથી ફૂટપાથની જોગવાઈ કરવામાં આવી રહી છે.

ભવિષ્યમાં નવા બનેલા રોડમાં પાઈપલાઈન, કેબલ, ગેસ જેવા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટી, બન્ને સાઈડ અલગથી યુટીલીટી ડક્ટ (આરસીસી)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી રોડને થતું વારંવારનું નુક્સાન અટકી શકે. વરસાદી પાણીના નિકાલ માટે બન્ને સાઈડ સ્ટ્રીમ વોટર ડ્રેનેજ સિસ્ટમની જોગવાઈ કરવામાં આવી છે.

આમ સિક્સલેન રોડમાં મેઈન કેરેજ-વે ૧૧.પ૦ મીટર બન્ને સાઈડ, સેન્ટ્રલલાઈટીંગ ડિવાઈડરની પહોળાઈ એક મીટરની રહેશે. યુટીલીટી ડક્ટ ૧.પ૦ મીટર બન્ને સાઈડ, ફૂટપાથ (રાહદારીઓ માટે), ૧.પ૦ મીટર બન્ને સાઈડ (યુટીલીટી ડક્ટ ઉપર), સર્વિસ રોડ/પાર્કિંગ ૪.પ૦ મીટર બન્ને બાજુ, આઈલેન્ડ ડેવલોપમેન્ટ/ ઈમ્યુઝમેન્ટ, રોડ પાર્કિંગ, સાઈનેજીસ, તથા રોડ ફર્નિચર, સામે સેન્ટ્રલ લાઈટીંગની સુવિધા રહેશે.

આ રોડના સર્વે-સ્થળ નિરીક્ષણની કાર્યવાહી દરમિયાન કમિશનર ડી.એન. મોદીની સાથે ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, લરોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતની ટીમ જોડાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh