Advertisement
Author: નોબત સમાચાર

પીપરટોડાથી ભાયાવદર સુધી સંખ્યાબંધ વાહનોને ઠોકર મારનાર થારચાલક ઝબ્બે

ભાયાવદર પોલીસે માંડ માંડ પકડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના એક આસામીએ નશાની હાલતમાં લાલપુરના પીપરટોડાથી ઉપલેટા તાલુકાના ભાયાવદર સુધી સંખ્યાબંધ વાહનોને હડફેટે લઈ બઘડાટી બોલાવી દીધી હતી. આ મોટરનો શેઠવડાળા પોલીસે પીછો પકડ્યા પછી ભાયાવદર પોલીસે મોટર અને તેના ચાલકને દબોચી લીધા હતા.

જામનગરથી ગઈકાલે પટેલ કોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરમાં રહેતા મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા જીજે-૧૦-ઈસી ૭૨૧૫ નંબરની મહિન્દ્રા કંપનીની થાર મોટર લઈને નીકળ્યા પછી નશાની હાલતમાં રહેલા આ શખ્સે લાલપુરના પીપરટોડા ગામ પાસે વીસેક જેટલા વાહનોને વારાફરતી હડફેટે લીધા હતા.

ત્યારપછી શેઠવડાળા થઈ આ મોટર રાજકોટ જિલ્લ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ તરફ પુરપાટ ઝડપે નાસી છૂટી હતી અને માર્ગમાં પણ કેટલાક વાહનોને હડફેટે લેતી ગઈ હતી. આ બાબતની શેઠવડાળા પોલીસને જાણ થતા પોલીસે રોડ પર બેરીકેડ ગોઠવ્યા હતા પરંતુ બેરીકેડને ઉડાડી લઈને ૭ર૧પ નંબરની થાર નાસી છૂટી હતી જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યાે હતો.

આ મોટર ભાયાવદર તરફ જતી હોવાથી ભાયાવદર પોલીસને તેની વિગત અપાતા ત્યાંનો પોલીસ કાફલો વોચમાં ગોઠવાઈ ગયો હતો. મહામહેનતે ભાયાવદર પોલીસે ઉપરોક્ત થાર રોકાવી તેમાંથી મહેન્દ્રસિંહ ભૂપતસિંહને ઉતારી લઈ શેઠવડાળા પોલીસ સ્ટેશનને તેનો કબજો સોંપ્યો છે. આ મોટરની હડફેટે સંખ્યાબંધ વાહનો ચઢ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh