Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરથી કાલાવડ જતી વેળાએ અકસમાતઃ
જામનગર તા. ૨૮: કાલાવડના એક પ્રૌઢ ગુરૂવારે સાંજે જામજોધપુરથી કાલાવડ આવવા માટે નીકળ્યા ત્યારે સનાળાથી મચ્છલીવડ ગામ વચ્ચે સામેથી આવતા બીજા બાઈક સાથે અકસ્માત સર્જાતા સારવારમાં રહેલા આ પ્રૌઢનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે સામાવાળા બાઈકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ શહેરના કુંભનાથપરામાં વસવાટ કરતા ઈકબાલભાઈ આમદભાઈ સોરા (ઉ.વ.પ૮) નામના પ્રૌઢ ગુરૂવારે સાંજે જીજે-૧૦-ડીએચ ૭૬૪૩ નંબરના મોટરસાયકલ પર જામજોધપુર તાલુકાના લુવાસણ ગામથી કાલાવડ જવા માટે નીકળ્યા પછી કાલાવડ તાલુકાના સનાળા ગામથી મચ્છલીવડ ગામ વચ્ચે પહોંચ્યા ત્યારે કાલાવડ બાજુથી જીજે-૧૦-ડીજી ૮૯૮૩ નંબરનંુ મોટરસાયકલ પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું.
આ બાઈકના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી ઈકબાલ સાથે અકસ્માત સર્જતા પોતાના બાઈક પરથી ઈકબાલભાઈ ફંગોળાઈ ગયા હતા. રોડ પર પછડાયેલા આ પ્રૌઢને નાક, માથા તથા પગમાં અને શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ઈકબાલભાઈનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈ ઈબ્રાહીમભાઈ સોરાએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુન્હો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial