Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ હાઈ-વેના રાણાવાવ-ભાણવડ-ખંભાળિયા રોડ પર
ખંભાળિયા તા. ૧૮: રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯ર૭(કે) રાણાવાવ-ભાણવડ-ખંભાળિયા રોડ પર કપુરડી નેશથી મોડપર સીડી નં. રર/૧ માઈનોર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાતા આ રસ્તાને ડાયવર્ઝન આપીને વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯ર૭(કે) રાણવાવા-ભાણવડ-ખંભાળિયા રોડ પ કપુડી નેશથી મોડપર સીડી નં. રર/૧ જે માઈનોર બ્રિજ ખરાબ સ્થિતિમાં હોવાથી સલામતીના ભાગરૂપે આ રસ્તાનો ભારે વાહોનોનો ટ્રાફિક અન્ય રસ્તા પર ડાયવર્ટ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિયમ-૧૯પ૧ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂરએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯ર૭(કે), રાણાવાવ-ભાણવડ-ખંભાળિયા રોડ પર કપુરડી નેશથી મોડપર સીડી નં. રર/૧ કે જે માઈનોર બ્રિજ ખરાબ સ્થિતિમાં હોય જેથી સલામતિના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રિજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯ર૭(કે), રાણાવાવ-ભાણવડ-ખંભાળિયા રોડ પર કપુરડી નેશ આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે (૧) એન.એચ.૧પ૧એડી-ખંભાળિયા-અડવાણા-પોરબંદર બાયપાસ (સોમનાથ-દ્વારકા રોડ), (ર) એન.એચ. ૯ર૭કે, ખંભાળિયા-ભાણવડથી એન.એચ.એન.એચ. ૧પ૧કે ભાણવડ-નાગકા-બખરલા-પોરબંદર બાયપાસ (સોમનાથ-દ્વારકા રોડા)નો ઉપયોગ કરવાનો રહેશે.
ઉક્ત વૈકલ્પિક રસ્તાની શરૂઆત તથા અંતમાં નાયબ કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, પોરબંદરએ ડાયવર્ઝન અંગેના સાઈનેઝ બોર્ડ જાહેર જનતા સરળતાથી વાચી શકે અને સ્પષ્ટ રીતે જોઈ શકે તે મુજબ ફરજિયાતપણે લગાવવાના રહેશે, તેમજ ભયજનક માઈનોર બ્રિજ સીડી નં. રર/૧ ને જરૂરિયાત મુજબ બેરીકેટિંગ કરી અને ભારે વાહનો ન પ્રવેશે તે રીતે બંધ કરવાનો રહેશે. આદેશ પણ અપાયો છે. આ જાહેરનામું અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial