Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાપર ગામના પાટીયા પાસે રિક્ષામાંથી દારૂની ૧ર બોટલ ઝબ્બેઃ
જામનગર તા. ૭: જામનગર-ખંભાળિયા રોડ પર નાઘેડી ગામમાં એક સોસાયટીમાં મકાન ભાડે રાખી તેમાં ઈંગ્લીશ દારૂનો એક શખ્સે જથ્થો રાખ્યો હોવાની બાતમી પરથી ત્રાટકેલી એલસીબીએ ઈંગ્લીશ દારૂની નાની મોટી ૯૪ બોટલ સાથે આ શખ્સને દબોચી લીધો છે. જ્યારે શાપર ગામના પાટીયા પાસે એક રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂની બાર બોટલ એલસીબીએ ઝબ્બે લીધી છે. બે આરોપીની અટકાયત કરાઈ છે અને ત્રણ આરોપીના નામ ખુલ્યા છે. જામજોધપુરના સિદસર ગામની સીમમાં એક ખેતરમાંથી દારૂની બે બોટલ મળી આવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામના એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, મયુરસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ ગઈકાલે બપોરે એલસીબી સ્ટાફે નાઘેડી ગામમાં માધવ રેસીડેન્સી-રમાં આવેલા હાર્દિકસિંહ કિરીટસિંહ જાડેજાના ભાડાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બાવન મોટી બોટલ તથા બેતાલીસ ચપલા મળી આવ્યા હતા. સ્થળ પરથી હાર્દિકસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે અને દારૂનો જથ્થો, એક મોબાઈલ મળી રૂ।.૬૦૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સે પોતાના સાગરિત શંકરટેકરીવાળા મુન્નાભાઈનું નામ આપ્યંુ છે.
ઉપરોક્ત દરોડા ઉપરાંત એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે બેડ ટોલનાકાથી આગળ શાપર ગામના પાટીયા પાસે એલસીબી સ્ટાફે વોચ રાખી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થયેલી એક રિક્ષાને રોકી લેવામાં આવી હતી. તે રિક્ષાની તલાશી લેવાતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બાર બોટલ મળી આવી હતી. બોટલ સાથે રિક્ષાના ચાલક જામનગરના મોહનનગર આવાસમાં રહેતા ભાવિન સુરેશભાઈ મહેતા નામના વણિક શખ્સની અટકાયત કરાઈ છે. તેણે હાર્દિકસિંહ કિરીટસિંહ જાડેજા તથા લાલપુરના ઝાખર ગામના ધમભા ચુડાસમાના નામ આપ્યા છે. એલસીબીએ બોટલ, રિક્ષા, એક મોબાઈલ મળી રૂ।.૧,૨૦,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામજોધપુર તાલુકાના સિદસર ગામની કહારીયા સીમ પાસે આવેલા સિદસર ગામના લગધીરસિંહ વિક્રમસિંહ વાળાના ખેતરમાં ગઈકાલે સાંજે જામજોધપુર પોલીસે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં લગધીરસિંહ નાસી જતા તેની શોધખોળ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial