Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેકાનો પ્રતિમણ રૂ।. ૧૬૦૦ નો ભાવ નક્કી છે
જામનગર તા. ૨૪: હાપા-જામનગરમાર્કેટ યાર્ડમાં આજથી તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે.
સરકાર દ્વારા મગફળી પછી હવે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો.
હાપા માર્કેટ યાર્ડમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરીના હસ્તે આજથી તુવેરની ટેકાનો ભાવે ખરીદીનો પ્રારંભ થયો હતો. આ સમયે માર્કેટ યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા, વાઈસ ચેરમેન હિરેન કોટેચા, ડિરેક્ટરો, સેક્રેટરી હિતેષ પટેલ, ખેડૂતો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
દરેક ખેડૂત પાસે મહત્તમ ૧રપ મણ તુવેરની ખરીદી કરવામાં આવશે અને દરરોજ પ૦ થી ૬૦ ખેડૂતોને મેસેજ કરીને બોલાવાશે.
જામનગર તાલુકાના ૮૦૦ ખેડૂતો નોંધાયા છે., અને ટેકાનો ભાવ પ્રતિમણ રૂ।. ૧૬૦૦ નક્કી કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial