Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તબીબી વિદ્યાર્થીએ અકળ કારણે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: અમદાવાદના ચાંદખેડામાં આવેલી એક મેડિકલ કેમ્પસ સ્થિત બોયઝ હોસ્ટેમાં વસવાટ કરતા જામનગરના તબીબી વિદ્યાર્થીએ અકળ કારણથી શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં પોતાના રૂ:મમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. તેના રૂ:મમેટને જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ હતી. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ: કરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એસએમએસ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ડો. એમ.કે. શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહી તબીબી અભ્યાસ કરતા જામનગરના ચિંતન પરમાર નામના વિદ્યાર્થીએ શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં પોતાના ઓરડામાં કોઈ અકળ કારણથી આત્મહત્યા વ્હોરી લીધી છે.

આ યુવાન પોતાના રૂ:મ મેટ પાર્થ સાથે શનિવારે હોસ્પિટલમાં ડ્યૂટી પર હતો તે પછી રાત્રે ઓરડા પર પરત ફર્યા પછી તેણે કોઈ અગમ્ય કારણથી દોરી વડે પંખામાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો જેની રવિવારે સવારે ઓરડા પર આવેલા પાર્થને જાણ થતાં તેણે હોસ્ટેલના વોર્ડનને જાણ કરી હતી અને દોડધામ મચી ગઈ હતી.

ચિંતન પરમારને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેની તાત્કાલિક સારવાર શરૂ: કરાઈ હતી પરંતુ આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ધસી આવેલી ચાંદખેડા પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. બનાવથી ચિંતનના પરિજનોને વાકેફ કરાતા તેઓ પણ અમદાવાદ દોડી આવ્યા છે. પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ: કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh