Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેલા પાસે મોટરમાંથી સાડા પાંચસો લીટર દેશી પકડાયોઃ સાત દરોડામાં છ શખ્સ દારૂ સાથે ઝબ્બેઃ
જામનગર તા. ૫: જામનગરની નંદનવન સોસાયટીમાં પોલીસે એક મોટર તથા સ્કૂટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂની ૧૫૫ મોટી બોટલ તથા ૧૮ ચપલા કબજે કર્યા છે. બંને વાહનના ચાલક નાસી ગયા છે. ચેલા ગામ પાસે મોટરમાંથી સાડા પાંચસો લીટર દેશી દારૂ કબજે થયો છે. ચૌહાણ ફળી પાસે એક શખ્સ ૪૮ ચપલા સાથે મળી આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટીની શેરી નં.૭માં અંગ્રેજી શરાબની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા શનિવારે સાંજે સીટી એ ડિવિઝનના સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી વોચ રાખી હતી.
તે દરમિયાન સાંજે ચારેક વાગ્યે જીજે-૧-કેસી ૩૬૪૮ નંબરની સેન્ટ્રો મોટર તથા જીજે-૧૦-ઈડી ૬૮૭૫ નંબરનું જ્યુપિટર સ્કૂટર પસાર થતા પોલીસે બંને વાહનને રોકવા ઈશારો કરતા તેના ચાલકો વાહન મૂકીને નાસી ગયા હતા. પોલીસે તે વાહનોની તલાસી લેતા મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૩૧ મોટી બોટલ તથા ૧૮ ચપટા મળી આવ્યા હતા. જયારે સ્કૂટરમાંથી ઇંગ્લિશ દારૂની ૨૪ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો તેમજ બંને વાહન કબજે કરી જયેશ કિશોરભાઈ ચાંદ્રા ઉર્ફે જયુ તથા એક અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરથી લાલપુર વચ્ચેના માર્ગ પર આવેલા ચેલા ગામ પાસે એક મોટરમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા શનિવારે પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે વોચ રાખી હતી. તે દરમિયાન જીજે-૫-જેસી ૭૯૧૩ નંબરની સ્વીફ્ટ મોટર પસાર થતા તે મોટરને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી ૫૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. મોટર ઉભી રાખીને તેનો ચાલક નાસી ગયો હતો પોલીસે મોટર તથા દારૂ સહિત કુલ રૂ. ૫ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેના ચાલકની શોધ શરૂ કરી છે.
જામનગર તાલુકાના મોખાણા ગામના પાટિયા પાસેથી શનિવારે સવારે પસાર થતા સંજય ભીખાભાઈ પાટડીયા નામના મોખાણા ગામના શખ્સને રોકાવી પોલીસે તેની તલાશી લીધી હતી. આ શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂની કુલ ૯ બોટલ મળી આવી હતી.
જામનગરના દરેડ ગામ પાસે નીલગીરી ગોળાઈમાંથી ગઈરાત્રે રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયો છે. જ્યારે દિગ્વિજય પ્લોટ-૪૬માંથી શંકરટેકરીમાં રહેતો સાહિલ લલીતભાઈ પડાયા નામનો શખ્સ સ્કૂટરમાં બીયરના ત્રણ ટીન લઈને જતો હતો ત્યારે પકડાયો હતો.
જામનગરના રણજીત રોડ પર ચૌહાણ ફળી પાસેથી શનિવારે રોહિત જયંતિભાઈ ચાવડા ઉર્ફે ગટુ નામનો શખ્સ પસાર થતો હતો ત્યારે સિટી એ ડિવિઝનના સ્ટાફે તેને રોકાવી ચેક કરતા તેની પાસે ઈંગ્લીશ દારૂના ૪૮ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી કડિયાવાડ સ્થિત પોપટ ગાર્ડની શેરીમાં રહેતા આ શખ્સની ધરપકડ કરી છે. દિગ્વિજય પ્લોટ-૫૪માંથી આજે સવારે ચિરાગ રમેશભાઈ ગજરા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે પકડાઈ ગયો છે અને દિગ્વિજય પ્લોટ-પ૭માંથી જીજે-૧૦-સીએચ ૯૬૨૯ નંબરના બાઈકમાં દારૂની નવ બોટલ લઈને જતા સચિન કિશોરભાઈ નામના શખ્સની ધરપકડ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial