Advertisement
Author: નોબત સમાચાર

નેપાળના રામેછાપમાં પેસેન્જર બસ નદીમાં ખાબકતા ૧ર મુસાફરોના મૃત્યુ

આઠ ઘાયલઃ ગુમ થયેલા લોકોની શોધખોળઃ

                                                                                                                                                                                                      

કાઠમંડુ તા. ૧૧: નેપાળમાં ગમખ્વાર અકસ્માત થતા ૧ર લોકોના મૃત્યુ થયા છે. મધ્ય નેપાળમાં પેસેન્જર બસ નદીમાં ખાબકી હતી. ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે શોધખોળ ચાલુ છે.

ગઈકાલે પાડોશી દેશ નેપાળમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. મધ્ય નેપાળમાં પેસેન્જર બસ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ૧ર લોકોના મોત થયા હતાં, જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ ટીમ હાલમાં બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હાલમાં ૧ર મૃતકોમાંથી ૧૦ લોકોની ઓળખ થઈ ગઈ છે. આ ઘટના ગઈકાલે બની હતી. આ બસ કાઠમંડુથી ઓખલપુંગા જઈ રહી હતી ત્યારે બાગમતી પ્રાંતના રામેછાપમાં અકસ્માત થયો અને તામાકોશી નદીમાં પડી હતી. તામાકોશી નેપાળની રાજધાની કાઠમંડુથી ૧પ૦ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.

આ અકસ્માત અને રામેછાપ પોલીસ ઈન્સ્પેક્ટર રાજન પ્રસાદ તિમિલસિનાએ જણાવ્યું હતું કે, બસ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર જીવન હોસ્પિટલ અને ખુરકોટની મોન્થલી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓ સુરક્ષા કર્મચારીઓ અને બચાવ ટીમોએ ઘાયલોને અકસ્માત સ્થળેથી વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતાં, જ્યારે ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે શોધખોળ ચાલુ છે. વહીવટી તંત્રે ઘટનાની તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh