Advertisement
Author: નોબત સમાચાર

પતિએ મારકૂટ કરતા પત્નીની પોલીસમાં ફરિયાદ

ફડાકા ઝીંકી પતાવી દેવાની ધમકી અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના ગુલાબનગર સામેના યોગેશ્વરનગરમાં રહેતા એક મહિલાને તેણીના પતિએ આગલી રાત્રે ફડાકા ઝીંકવા ઉપરાંત બીજા દિવસે ફરીથી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપતા આ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુલાબનગર નજીક આવેલા યોગેશ્વરનગરની શેરી નં.રમાં રહેતા જયેશ લાલજીભાઈ પરમાર સાથે સપનાબેન મુન્નાલાલ પ્રજાપતિના લગ્ન પછી મહિલાને ગયા શનિવારે રાત્રે પતિએ કોઈ બાબતથી ઉશ્કેરાઈને ગાળો ભાંડી ફડાકા ઝીંકી ધક્કા માર્યા હતા.

ત્યારપછી બીજા દિવસે સવારે પણ સપનાબેનને પતિ જયેશભાઈએ ફરીથી ફડાકા ઝીંકવા ઉપરાંત ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી આપતા ગઈકાલે સપનાબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (૩) હેઠળ જયેશ લાલજીભાઈ પરમાર સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh