Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"હું ભાજ૫નો કાર્યકર્તાઃ નિતિન નબીનજી મારા બોસ" : નરેન્દ્ર મોદી
નવિ દિલ્હી તા. ર૦: ભારતીય જનતા પક્ષના પ્રમુખપદની ચૂંટણીમાં બિનહરીફ જાહેર કરાયા પછી નિતિન નબીને વડાપ્રધાન મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પદભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે યોજાયેલા ભવ્ય સમારોહમાં પૂર્વ બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવનિયુક્ત ભાજપાધ્યક્ષ નિતિન નબીને ઉદ્બોધનો કર્યા હતાં. આ દરમિયાન વડાપ્રધાને કરેલા પ્રવચન દરમિયાન ઘૂસણખોરોના મુદ્દે પણ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો.
એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં આજે 'નબીન' યુગનો વિધિવત પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી લીધો છે.
દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતાં. આજે સવારે ૧૧:૩૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર પહોંચ્યા હતા. તેમણે નવા અધ્યક્ષ નિતિન નબીનને શુભેચ્છા પાઠવી હતી. આ સમારોહમાં પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડા, નિતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રીઓ એસ. જયશંકર તથા હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં.
આ સમારંભમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે ભાજપ એક એવી પાર્ટી છે જ્યાં લોકોને લાગશે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, ત્રીજી વખત પીએમ બન્યા છે, ૫૦ વર્ષની નાની ઉંમરે મુખ્યમંત્રી બન્યા છે. તેઓ ૨૫ વર્ષથી સરકારના વડા છે. તે બધું તેની જગ્યાએ છે, પરંતુ મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે હું ભાજપનો કાર્યકર છું. તેમણે કહૃાું કે જ્યારે પાર્ટીની બાબતોની વાત આવે છે, માનનીય નિતિન નબીનજી, હું એક કાર્યકર્તા છું, અને તેઓ મારા બોસ છે.
વડાપ્રધાને કહ્યુ કે, પરિવારવાદી રાજકારણે દેશના યુવાનો માટે રાજકારણમાં પ્રવેશના દરવાજા બંધ કરી દીધા છે. તેથી, હું એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવા માંગુ છું જેમના પરિવારો પહેલી વાર રાજકારણમાં પ્રવેશ કરશે.
આ દરમિયાન ઘુસણખોરોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યુ કે, વિશ્વભરના મોટા દેશો પણ ઘુસણખોરોની તપાસ કરી રહૃાા છે, પરંતુ કોઈ તેમની પૂછપરછ કરી રહૃાું નથી. દુનિયામાં કોઈ પણ ઘુસણખોરોને તેમના દેશમાં સ્વીકારતું નથી. ભારત ઘુસણખોરોને દેશ લૂંટવાની મંજૂરી આપી શકે નહીં. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તેમને ઓળખવા અને તેમને દેશનિકાલ કરવા જરૂરી છે. તેમનું રક્ષણ કરતા રાજકીય પક્ષોને જનતા સમક્ષ ખુલ્લા પાડવા જ જોઈએ. બીજો મોટો પડકાર શહેરી નક્સલીઓનો છે. તેમનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહૃાો છે. આપણે તેમને પણ હટાવવા જ જોઈએ.
પીએમ મોદીએ કહૃાું કે ભાજપ એક સંસ્કૃતિ છે, એક પરિવાર છે અને સંબંધો સભ્યપદ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે જે પદથી નહીં, પરંતુ પ્રક્રિયાથી ચાલે છે. આપણી પાસે એક કાર્ય વ્યવસ્થા છે, જીવનભરની જવાબદારી. અધ્યક્ષ બદલાય છે, પણ આદર્શો બદલાતા નથી. નેતૃત્વ બદલાય છે, પણ દિશા બદલાતી નથી.
મોદીએ કહૃાું, *નીતિન નવીનજી આપણા બધાના અધ્યક્ષ છે. તેમની જવાબદારી ફક્ત ભાજપને મેનેજ કરવાની નથી, તેમણે દ્ગડ્ઢછ સાથે સંકલન પણ કરવું પડશે. નિતિનજીના સંપર્કમાં આવનાર કોઈપણ વ્યક્તિ તેમની સાદગી અને સરળતા વિશે વાત કરે છે.*
મોદીએ કહૃાું, 'છેલ્લા ઘણા મહિનાઓથી, સંગઠન મહોત્સવ, એટલે કે, પક્ષના સૌથી નાના એકમમાંથી અધ્યક્ષની પસંદગી કરવાની પ્રક્રિયા, ભારતીય જનતા પાર્ટીના બંધારણની ભાવનાને ધ્યાનમાં રાખીને, ૧૦૦% લોકશાહી રીતે ચાલી રહી છે. આ સંગઠન મહોત્સવ ભાજપના લોકશાહી વિશ્વાસ અને કાર્યકર-કેન્દ્રિત વિચારસરણીનું પ્રતીક છે.
આ પ્રસંગે જેપી નડ્ડાએ કહૃાું, *હું નીતિનજીને શુભકામનાઓ પાઠવું છું. તેમને અટલજી અને કુશાભાઉના વારસાને આગળ ધપાવતા ૧૨મા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નીતિન જી ખૂબ જ નાની ઉંમરે પાંચ વખત ધારાસભ્ય રહૃાા છે.*
તે પહેલા ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ અધિકારી કે. લક્ષ્મણે નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, ભાજપ હેડકવાર્ટરમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હોવાથી નબીન બિનહરીફ ચૂંટાયા હતા. નીતિનને ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતાં.
પદભાર ગ્રહણ કરતા પહેલા નીતિન નબીને આજે સવારે દિલ્હીના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી હતી. તેમણે સૌ પ્રથમ ઝંડેવાલન મંદિર, ત્યારપછી વાલ્મિકી મંદિર અને હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતાં. અંતમાં તેમણે ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં માથું ટેકવીને આશીર્વાદ લીધા હતાં.
નીતિન નબીનના ગુહ રાજ્ય બિહાર અને તેમના વિધાનસભા ક્ષેત્ર બાંકીપુરમાં જશ્નનો માહોલ છે. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નબીનના અધ્યક્ષ બનવાથી સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહારના ભાજપ નેતા ડો. ગુરુ પ્રકાશ પાસવાને આ ક્ષણને ઐતિહાસિક અને ગૌરવશાળી ગણાવી હતી.
આ નેતૃત્વ પરિવર્તન દ્વારા ભાજપે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, પાર્ટીમાં સામાન્ય કાર્યકર પણ સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે. દિલ્હીના ભાજપ નેતા રમેશ બિધુડીએ આ પ્રસંગે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'જ્યાં એક તરફ વિપક્ષી નેતાઓ માત્ર જેન-ઝેડની વાતો કરે છે, ત્યાં ભાજપમાં ૪પ વર્ષના એક કાર્યકર રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યા છે. આ જ સાચો લોકતંત્ર છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial