Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીમાં વર-કન્યા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનશેઃ
જામનગર તા. ૧૦: જામનગર, તા.૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 'વી કેર' ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ અને ગામની જરૂૂરિયાતોના વિગતવાર મૂલ્યાંકન બાદ આ પ્રોજેક્ટ શરૂૂ કરાયો છે.
આધુનિક સામુદાયિક સુવિધાના ધ્યેય સાથે ડિઝાઇન કરવામાં આવેલી ગ્રામ સમાજવાડીની તાજેતરમાં યોજાયેલી ખાતમુહૂર્ત વિધિમાં ગામના આગેવાનો, સમુદાયના સભ્યો અને રિલાયન્સના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે,અહીં એક સાથે ૨૦૦૦થી વધુ લોકો સામાજિક, સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો કરી શકે તેવો વિશાળ હોલ બનશે, ઉપરાંત અહીં વર-કન્યા માટે ખાસ રૂૂમ, આકર્ષક પ્રવેશદ્વાર, મોટું રસોડું, સ્ટોર રૂૂમ, વાસણ ધોવાની જગ્યા, પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલય,અગ્નિશામક સુરક્ષા (ફાયર સેફ્ટી)ની જોગવાઈ તથા સીસીટીવી સર્વેલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે અહીં પેવર બ્લોકથી સજ્જ ખુલ્લો વિસ્તાર પણ હશે જેમાં અનેકવિધ કલ્યાણકારી ઈતર પ્રવૃત્તિઓ થઈ શકશે. આ ઉપરાંત, સાતત્યપૂર્ણ વિકાસની પહેલને અનુરૂૂપ, આ પ્રોજેક્ટમાં વૃક્ષારોપણ માટેના એક લેન્ડસ્કેપ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે, આ સુવિધા તમામ સમુદાયના ગ્રામજનો માટે ઉપલબ્ધ રહેવાની સાથોસાથ સામાજિક તેમજ સામુદાયિક મેળાવડા માટે સુસજ્જ જાહેર સ્થળની લાંબા સમયની જરૂૂરિયાતને પૂર્ણ કરશે. આ સૂચિત ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ, તેને સમગ્ર ગ્રામીણ સમુદાયના લાભ અને ઉપયોગ માટે સત્તાવાર રીતે ગામ સમસ્તને સુપ્રત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રિફાઈનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા તથા ગ્રામ ઉત્થાન, રોજગાર સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, આ જ સામુદાયિક સેવાના અવિરત પ્રવાહને યથાવત રાખતા કંપની દ્વારા ગ્રામ સુખાકારી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial