Advertisement
Author: નોબત સમાચાર

મોટી બાણુંગારમાં સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો

વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા વિસ્તૃત માર્ગદર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જિલ્લા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ધ્રોલ તાલુકાના મોટી બાણુંગાર ગામે આવેલી માધ્યમિક શાળામાં 'સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમ' વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ. ના સંકલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓને આધુનિક ડિજિટલ પડકારો સામે સજ્જ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેંસદડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડિસ્ટ્રિકટ મિશન કોઓર્ડિનેટર બંસીબેન ખોડિયાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપી મહિલા લક્ષી યોજનાઓ અને સુરક્ષાના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સાયબર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. એચ. કે ઝાલાએ સોશિયલ મીડિયા ટેકનોલોજીના માધ્યમથી થતા વિવિધ ગુન્હાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને આધુનિક ડિજિટલ યુગમાં સતર્ક રહીને ટેકનોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અંગે ઉપયોગી માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં સાયબર ટીમ, અલીયાબાડા કોલેજના આચાર્યા, મોટી બાણુંગાર શાળાના આચાર્ય, પ્રોગ્રામ ઓફિસર એનએસએસ, ડીએચઈડબલ્યુ તથા ઓએસસી સ્ટાફ અને અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh