Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ પર પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત

રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી અને ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો દ્વારા

                                                                                                                                                                                                      

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગઈકાલે જામનગર એરપોર્ટ પર આગમન થતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સ્વાગત અર્થે એરપોર્ટ પર રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રીનું વિમાન ઉતરાણ થયા પછી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘજીભાઈ પટેલ, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરીએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતાં. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડેપ્યુટી કમિશનર ઝાલાએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી મુલાકાત લીધી હતી. ઉપરાંત અગ્રણી આગેવાન સર્વશ્રી બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી, કેતન નાખવા, વિજયસિંહ જેઠવા અને આશિષભાઈ જોષી સહિતના મહાનુભાવોએ પણ મુખ્યમંત્રીને જામનગરની ધરા પર આવકાર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh