Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રીઃ ઠંડી ઘટી

ત્રણ દિવસથી મહત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રીએ સ્થિર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં છેલ્લા ચોવિસ કલાકમાં આંશિક વધીને લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. જયારે ગત ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૨૮.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો છે. તાપમાન વધુ રહેતા ઠંડીના જોરમાં ઘટાડો થયો છે.

જામનગરમાં છેલ્લા આઠેક દિવસથી તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે. ગત તા. ૨૭-૧-૨૬ના લઘુત્તમ તાપમાન ૧૦.૫ ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે અસહ્ય ઠંડી પડતા લોકો ધ્રુજી ઉઠયા હતાં. પરંતુ ત્યારપછી અત્યાર સુધીમાં તાપમાનમાં ૬.૫ ડિગ્રીનો વધારો થયો છે. ન્યૂનત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીના જોરમાં ઘટાડો થયો છે.

નગરમાં આજે સવારે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન આંશિક વધીને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. જયારે છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૨૮.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૬૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૨૦ થી ૨૫ કિમીની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh