Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવાદિત કચરા કોન્ટ્રાકટની દરખાસ્ત પેન્ડીંગ
જામનગર તા. ૧: જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવાદી કચરા કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે, જયારે આજની બેઠકમાં કુલ રૂ.૪ કરોડ ૫૧ લાખના ખર્ચની દરખાસ્તોને મંજૂરી અપાઈ છે.
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ગાર્બેજ કલેક્શન અંગેના કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે આજની બેઠકમાં કુલ ૪ કરોડ ૫૧ લાખના વિવિધ ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે તા. ૦૧-૦૫-૨૦૨૫ના નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૨ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતાં.
મિટિંગની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર સ્વજનોને ૨ મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જામનગર મહાનગર સેવા સદનની ગાર્ડન શાખાના સ્પેશીફીકેશન મુજબના રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદ કરવા માટે વાર્ષિક રૂ. ૧૦ લાખના ખર્ચ, સિવિલ વેસ્ટ ઝોન વોર્ડ નં. ૧, ૬ અને ૭ ,અને સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪માં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે રૂ. ૭.૫૦ લાખ તેમજ સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨ અને સાઉથ ઝોન ના વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬ તથા નોર્થ ઝોનના વોર્ડ નં. ૨, ૩ અને ૪માં ગાર્ડનના હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી-પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ માટે વાર્ષિક રૂ. ૭.૫૦ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યું હતું.
વેટરનીટી કમ એનીમલ સુપરવાઇઝર (ડબ્બા સુપરવાઇઝર) જગ્યાનું સ્પે. એલાઉન્સ આપવાની કમિશનરની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
જામનગર શહેરના સમાણા રોડના બ્રિજની નજીક રે.સ. નં. ૧૧૩૩/પૈકી-૧ થી રે.સ. નં. ૯૨૪ને જોડતો બ્રીજ રંગમતી નદી પર બનાવવાના કામ અંગે કમિશનરની રૂ. ૨,૨૫,૫૫,૦૦૦ના ખર્ચની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જામનગર શહેર ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧૨ હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સબંધિત ફરીયાદોનો નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વિગેરે સફાઈ કરવાનું કામ માટે રૂ. ૨૨.૦૯ લાખ અને જામનગર શહેર વેસ્ટ ઝોન વોર્ડ નં. ૫, ૬, ૭, ૮ હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સબંધિત ફરિયાદોનો નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વિગેરે સફાઈ કરવાનું કામ માટે રૂ. ૧૨.૬૭ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યું હતું.
જ્ઞાનગંગા હેડ વર્કસમાં ૨૦ એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટમાં પ્રાઈમરી ફલોક મોડયુલ નં. ૧ તથા નં. ૨ માં પી.વી.સી. વજીર્ન પાઈપમાંથી 'વી' કટ કરીને ચોકઠા બનાવીને તથા એમ.એસ. સ્ટ્રકચર બનાવી ફીટીંગ કરીને કમ્પલીટ કરી આપવા સુધીના કામ અંગે રૂ. ૨૯.૯૭ લાખ, નેવી મોડા રેલ્વે બ્રિજ નીચેથી પસાર થતી ઉંડ-૧ની જુની પાણીની પાઈપ લાઈન સ્ટ્રેન્ધનીંગ કરવાના કામ અંગે કમિશનરની દરખાસ્ત અન્વયે રૂ. ૧૩૬.૩૫ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
જુદા જુદા પ્રકારના વાહનો મારફત શિફ્ટ આધારીત ગાર્બેજ કલેકશનનું કામ, રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનું કેપીટલ કોસ્ટ તથા ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સનું કામ, એમ.આર.એફ.ના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-૧) (વોર્ડ નં. ૧ થી ૮) તથા ઝોન-૨ (વોર્ડ નં. ૯ થી ૧૬) અંગે કમિશનરની દરખાસ્ત પેન્ડીંગ રાખવા નિર્ણય લેવાયો હતો.
આમ આજની બેઠકમાં કુલ રૂ. ૪ કરોડ ૫૧ લાખના જુદા જુદા ખર્ચની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial