Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્વિજય પ્લોટની બે મહિલા અરજદારોને પ્રશ્નો ઉકેલાતા સંતોષ
જામનગર તા. ૨૫ઃ કલેકટર કેતન ઠકકરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂઆતો-ફરિયાદોના સકારાત્મક પ્રત્યુત્તર મળવા બદલ નાગરિકોએ સંતોષ વ્યકત કર્યો હતો. ૨૩ અરજીઓ પૈકી ૨૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કલેકટરે નાગરિકોની રજુઆતોને સાંભળી જરૂરી ચર્ચા કરી સબંધિત અધિકારીઓને પ્રશ્નોનું ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં નિવારણ લાવી દેવા દિશાનિર્દેશો આપ્યા હતા. તેમજ નિયમોના પાલન સાથે જરૂર પડ્યે વરિષ્ઠ નાગરિકો તથા જરૂરિયાતમંદોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા પણ જણાવ્યું હતું. તે બદલ નાગરિકોએ પણ કલેકટર તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં આવેલી કુલ ૨૩ અરજીઓ પૈકી ૨૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તથા ૩ અરજીઓ પેન્ડીંગ રાખવામાં આવી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજુઆતોમાં મુખ્યત્વે પીજીવીસીએલ, રસ્તા અંગે, જમીન માપણી, વીજ કનેક્શન આપવા અંગે, જુનીં જર્જરિત બાંધકામ તોડી પાડવા બાબત, રહેણાંક વિસ્તારમાં કાર ગેરાજ દ્વારા અવાજ અને હવાનું પ્રદુષણ કરવા અંગેનો પ્રશ્ન, ભૂગર્ભ ગટરના પ્રશ્ન અંગે, બસનો રૂટ ફાળવવા અંગે, માપણી થયેલી જમીનનું કેજીપી ભરવા અંગે, પવનચક્કી બાબતે, જમીન સમતલ કરવા અંગે, કોર્પોરેશનમાં નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા, હક ચોકસી અને સનદ મળવા બાબત, હાઉસટેક્સ, પ્રોપર્ટી કાર્ડ, પાણીની સુવિધા, આવાસ યોજનાનો લાભ આપવા, મિલકત માલિકના નામમાં સુધારો કરવા અંગે નાગરિકો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હેતલબેન નંદા નામના અરજદારે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી જેમાં, દિગ્વિજય પ્લોટમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હોય તે પાણી ઘરમાં આવતું હોવાથી ત્વરિત ઉકેલ આવતા તેઓએ કલેકટરશ્રી તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રભાબેન પાંભર દ્વારા જે તે જગ્યા પરની હકચોકસી સત્વરે થવા તથા સનદ મળવા બાબતે કરેલી રજુઆતનો ઉકેલ આવતા તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial