Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા શિક્ષણ તંત્રની વાહવાહીનો ફૂગ્ગો ફૂસ્સ...
જામનગર તા. ૧૮: ભારત સરકારના શિક્ષણ મંરાલય દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ નો પીજીઆઈ (પરફોમન્સ ગ્રેડીંગ ઈન્ડેક્સ) જાહેર કરવામાં આવ્યો છે.
આ ઈન્ડેક્સના સપોર્ટમાં હાલારના બન્ને જિલ્લા જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણની ગુણવત્તામાં કથળેલા કે નબળા શિક્ષણનો ખુલાસો થયો છે.
આ અહેવાલમાં જામનગર જિલ્લને કુલ ૬૦૦ માંથી માત્ર ૩૦૪ ગુણાંક અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૬૦૦ માંથી માત્ર ૩૦૭ ગુણાંકો મળ્યા છે.
સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં જામનગર જિલો સૌથી છેલ્લા અર્થાત્ ૧૧ મા સ્થાને અને દેવભૂમિ દ્વારકા જિલ્લો ૧૦ મા સ્થાને છે.
આ ઈન્ડેક્સમાં ગુણાંકો આપવા માટે લર્નીંગ આઉટ કમ અને ક્વોલિટી, ઉપલબ્ધિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, ગવર્નન્સ પ્રોસેસ, અસરકારક વર્ગખંડ, શાળા સુરક્ષા, બાળક સુરક્ષા, ડિજિટલ લર્નીંગ સહિતના માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે.
આ ઈન્ડેક્સમાં જો રાજકોટ ૩ર૦ માર્ક સાથે રાજ્યમાં ૧૯ મા ક્રમે હોય તો જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ક્રમ સમગ્ર રાજ્યમાં સૌથી તળિયે જ છે.
હાલારમાં શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની સમયાંતરે વાહવાહી થતી રહે છે, પણ આ ઈન્ડેક્સના સરકારના સત્તાવાર અહેવાલે આવા અધિકારીઓની કામગીરીનો ફૂગ્ગો ફોડી નાખ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial