Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેકટ્રીકલ બ્રાસપાર્ટની વસ્તુઓ ટ્રાન્સપોર્ટથી મોકલી હતી
જામનગર તા. ૨૨: જામનગરમાં આવલી જાણીતી પેઢી પરી એન્ટ્રરપ્રાઇઝ નાં પાર્ટનર, ભાવિન દિલીપ બામનિયા એ વિલુપુરમ-તમિલનાડુ ની પેઢી નાકોસી ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડને તેના ઓર્ડર તથા જરૂરિયાત મુજબ અલગ-અલગ તારીખોએ ઈલેકટ્રીકલ બ્રાસપાર્ટની અલગ-અલગ વસ્તુઓ પ્રતિવાદીની જરૂરિયાત મુજબ ટ્રાન્સપોર્ટ મારફત મોકલવામાં આવેલ હતી, અને તે માલ મોકલાવ્યા સબબ તમિલનાડુની પેઢી પાસે થી રૂપિયા ૫,૨૧,૫૯૨ લેવાના બાકી નીકળતા હતા.
જે સબબ પેઢી ને અનેક વખત રકમ ચુકવી આપવા જાણ કરવા છતા તમિલનાડુ ની પેઢી તરફ થી થોડો સમય ખોભરી જવાનું કહેવામાં આવતું, અને ત્યારબાદ રકમની ચુકવણી માટે ઘણો સમય આપવા છતાં, રકમ ન ચુકવતા પરી એન્ટ્રરપ્રાઇઝનાં પાર્ટનર, ભાવિન દિલીપ બામનિયા એ પોતાના વકીલ નીતલ એમ. ધ્રુવ મારફતે જામનગરનાં પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટમાં કોર્મશિયલ સ્યુટ લેણી રકમ નો દાવો દાખલ કર્યો હતો.
જે દાવો જામનગરની અદાલત માં ચાલી જતા, તમિલનાડુની પેઢીના કોસી ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડના ડાઈરેકટર, ડી. કાર્થીકીચન ને વાદીને રૂપિયા ૫,૨૧,૫૯૨ વાર્ષિક ૬ ટકા વ્યાજ સહિત ની રકમ ચુકવી આપવા તથા દાવાનો તમામ ખર્ચ પ્રતિવાદી કંપનીએ ચુકવી આપવાનો હુકમ કરેલ છે.
પરી એન્ટ્રરપ્રાઇઝની પેઢી તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્રા, અશ્વિન એ. સોનગરા, પ્રિતેશ કે. ભટ્ટ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial