Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામ કે જ્યાં પ્રાચીન દુર્વાસા ઋષિનો આશ્રમ, અત્યંત પ્રાચીન શિવ મંદિરો તથા જ્યાં પાંડવોએ પોતાના પિતૃના લોખંડના પીંડ તરાવ્યા હતાં તે પીંડ માટેનો કુંડ આવેલો હોય, તાજેતરમાં ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પાંચેક કરોડ ઉપરાંતના ખર્ચે પીંડારાના વિકાસ માટે લીલીઝંડી આપીને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવી હતી તે પછી કલ્યાણપુર તાલુકાના નંદાણાથી પીંડારા જવાનો રસ્તો અત્યંત ખરાબ હોય, નવો ડામરનો બનાવવા માટે રૂ. ર.૬ર કરોડના ખર્ચે નવો રોડ મંજુર પણ થયો છે. કાર્ય. ઈજનેર યુ.બી. ચૌધરીએ જણાવેલ કે જિલ્લા તંત્રને આ માટે ગ્રાન્ટ પણ ફાળવી હોય, જે ગ્રાન્ટ મળ્યે તુરત જ ટેન્ડરીંગ પ્રક્રિયા કરી જશે આ વિકાસ કાર્ય થઈ શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial