Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહામંત્રીપદેથી સતવારા જ્ઞાતિનું પત્તુ કપાયું:
ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની નિયુક્તિ થઈ છે.
દેવભૂમિ દ્વારકા ભાજપના નવા હોદ્દેદારોની ટીમની ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
મહત્ત્વના હોદ્દાઓમાં મહામંત્રી તરીકે યુવરાજસિંહ વાઢેર રીપીટ થઈ ત્રીજી વખત આ હોદ્દા પર આવીને હેટ્રીક કરી છે, તો અગાઉના જુના કાર્યકર પરબતભાઈ ભાદરકા તથા એક્ટિવ કાર્યકર રાજુભાઈ સરસિયાને મહામંત્રી બનાવાયા છે. પૂર્વ મહામંત્રી રસિકભાઈ નકુમ પડતા મૂકાયા છે, જો કે બે ટર્મથી મહામંત્રી તરીકે સતવારા હતાં. અગાઉ શૈલેષભાઈ કણઝારિયા હતાં, જ્યારે આ વખતે મહામંત્રીમાં સતવારા જ્ઞાતિનું પત્તુ કપાયું છે.
ઉપપ્રમુખ તરીકે આઠની પસંદગી થઈ છે, જેમાં મોહનભાઈ બારાઈ, ખેરાજભા કેર, દેવાયત ગોઝિયા, ફાલ્ગુનીબેન વ્યાસ, ટપુભાઈ સોનગરા, નિમીષાબેન નકુમ, ગોવિંદભાઈ કનારા, ઈન્દ્રજીતસિંહ પરમારનો સમાવેશ થાય છે. મંત્રી તરીકે રેખાબેન ઓડેદરા, કૃતિકાબેન ઠાકર, પૂનમબેન બેલા, અરજણભાઈ નનેરા, સોમાભાઈ રબારી, અનિલભાઈ તન્ના, આલીબેન ગેડિયા, નીશાબેન જાદવ નિમાયા છે. કોષાધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ મકવાણા તથા કાર્યાલય મંત્રી તરીકે મનિષભાઈ રાઠોડ નિમાયા છે.
સોશિયલ ઈન્ચાર્જ તરીકે સુદીપભાઈ હર્ષ, આઈ.ટી. ઈન્ચાર્જમાં શૈલેષભાઈ નકુમ, મીડિયા કન્વિનર જયસુખભાઈ મોદી નિમાયા છે. યુવા મોરચા પ્રમુખ તરીકે યુવરાજસિંહ વાઢેર રીપીટ થયા છે. મહિલા મોરચા પ્રમુખ જિલ્લામાં હાલ ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી નિમાયા છે. કિસાન મોરચા પ્રમુખ તરીકે દેવરાજભાઈ ડાભી, બક્ષીપંચ પ્રમુખ તરીકે ધીરૂભાઈ ટાકોદરા, અનુ.જાતિ મોરચા પ્રમુખમાં રવિભાઈ પરમાર તથા લઘુમતી મોરચા પ્રમુખ તરીકે તમરેજ મામદ સંઘાર નિકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial