Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ.પૂ. કુંદનબાઈ સ્વામી દ્વારા વ્યાખ્યાનનું આયોજનઃ
જામનગર તા. ૫: ગત તા.૪/૨/૨૦૦૪ તારીખ થી શરૂ થયેલા કે. ડી. શેઠ ઉપાશ્રય ને ૨૨ વર્ષ પૂર્ણ થયા અને ૨૩ મા વર્ષ ના પ્રવેશ પ્રસંગે ગોંડલ સંપ્રદાય ના જશ ઝવેર સમય પ્રભા ગુરુણી ના સુશિષ્ય મધુર વ્યાખ્યાની પરમ પૂજ્ય દયાબાઈ સ્વામી ના સુશિષ્ય બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય કુંદનબાઈ સ્વામી દ્વારા વ્યાખ્યાન ૯:૩૦ થી ૧૦:૩૦ જેમાં ૩ સામાયિક અને જાપ રાખવામા આવ્યા હતા
પરમ પૂજ્ય કુંદનબાઈ સ્વામી એ પોતાના વ્યાખ્યાનમાં કે.ડી. શેઠ ઉપાશ્રય નિર્માતા ભાનુબેન શેઠ દ્વારા સાધુ સાધ્વીજી ભગવંત ની વૈયાવચ અને શ્રાવક શ્રાવિકાજી ને આરાધનાનું સ્થાન મળી રહે તેવા શુભ ભાવના થી તેઓ દ્વારા સ્વ દ્રવ્ય થી ઉપાશ્રય નિર્માણ કર્યું હતું. જેમાં આજે આપણે સૌ આરાધના કરીને તેઓ ને યાદ કરીએ અને પરમાત્મા ને પ્રાથના કરીએ કે ડી. શેઠ ઉપાશ્રય મા હંમેશાં આરાધના થાય
કે.ડી. શેઠ ઉપાશ્રયના ટ્રસ્ટી અજય આર. શેઠ દ્વારા પૂજ્ય બાળ બ્રહ્મચારી કુંદનબાઈ સ્વામીનો આભાર માનવામાં આવતો હતો આજે સ્થાપના દિવસ માટે સંઘની વિનંતીથી પધાર્યા ઉપાશ્રય સ્થાપના થી ૨૨ વરસ સુધીમા જશ પરિવાર ના પરમ પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ અને તેઓના અગ્નાનુવર્તી પારસ પરિવારના સ્વામી તેમજ ઝવેર સમય પ્રભા ગુરુણી ના સુશિષ્ય બાળ બ્રહ્મચારી દયાબાઈ સ્વામી આદિ થાણા, પરમ પૂજ્ય કૃષ્ણાબાઈ સ્વામી આદિ થાણા અને મંજુલાબાઈ સ્વામી આદિ થાણા વિશાખાબાઈ સ્વામી - કુંદનબાઈ સ્વામી આદિ થાણા અને પરમ પૂજ્ય હર્ષાબાઈ સ્વામીને યાદ કરીએ. તેઓની આજે દીક્ષા જયંતી નિમિત્તે જાપનું આયોજન રાખવામાં આવ્યું હતું.
કે.ડી. શેઠ ઉપાશ્રય સ્થાપનાથી અત્યાર સુધી ભાનુબેન શેઠ- હસમુખભાઇ વિરમગામી-મહેન્દ્રભાઈ ખજૂરિય, જયંતીભાઈ દોશી, દિનેશભાઈ શાહ, કિશોર મોટર સ્ટોરવાળા રજનીભાઈ કોઠારી આદિની સેવા યાદ કરીએ છીએ.
આજે વ્યાખ્યાન ૩ સામયિક પ્રભાવના સંઘ તરફ થી અને ભાનુબેન કે ડી શેઠ ફેમિલી હસ્તે સ્મિતા દેવેનભાઈ સંઘવી - સોનલ અજય શેઠ હસ્તે ક્રિષા અજય શેઠ જ્યોત્સનાબેન મહેંદ્રભાઈ ખજૂરિયા ફેમિલી લાલુભાઈ કોઠારી હસ્તે વાસંતીબેન કોઠારી બિપીનભાઈ શેઠ - ભાઈજાન રાજેશ શાન્તિલાલ શાહ દ્વારા કરવામા આવેલ હતી. ઉપસ્થિત સર્વે શ્રાવક-શ્રાવિકાજીનો આભાર વ્યક્ત કરી માંગલિક પછી જાપ રાખવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial