Advertisement
Author: નોબત સમાચાર

અરબી સમુદ્રમાં એન્ટીશીપ-એરક્રાફ્ટ પ્રેક્ટિસનો ધમધમાટઃ ગુજરાત નજીક કોસ્ટગાર્ડ કરાઈ તૈનાત

ચાર આતંકીઓએ કરી હતી રેકીઃ એનઆઈએ દ્વારા પહલગામ કેસની તપાસ

                                                                                                                                                                                                         

નવી દિલ્હી તા. ૧: પહલગામ આતંકી હુમલા પછી નૌકાદળે યુદ્ધ જ્હાજોને એલર્ટ રાખ્યા છે. અરબી સમુદ્રમાં એન્ટી-શિપ અને એન્ટી એરક્રાફ્ટ ફાયરીંગની પ્રેક્ટીસ શરૂ થઈ છે. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડ તહેનાત કરાયા છે.

પહલગામ આતંકવાદી હુમલાને ૮ દિવસ વીતી ગયા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી આ કેસની તપાસ કરી રહી છે. એનઆઈએ ચીફ સદાનંદ દાતે ગુરુવારે બપોરે પહલગામ પહોચ્યા છે.

આ પછી તેઓ ઘટના સ્થળે જશે, જ્યાં આતંકવાદીઓએ ર૬ પ્રવાસીઓની હત્યા કરી હતી. ગુનાના સ્થળોને વધુ સારી રીતે સમજવા માટે એનઆઈએ ટીમ વિસ્તારનું ૩ડી મેપિંગ કરશે. આતંકવાદીઓ ક્યાંથી આવ્યા હતાં અને તેમણે ક્યો રસ્તો અપનાવ્યો હતો? આ અંગે માહિતી મેળવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા પહેલા આતંકવાદીઓએ ચાર સ્થળે રેકી કરી હતી. બૈસરન ઉપરાંત એમાં અરૂ ખીણ, બેતાબ ખીણ અને એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે.

સમાચાર એજન્સી એનઆઈએ અનુસાર ભારતીય નૌકાદળે યુદ્ધ જ્હાજોને એલર્ટ પર રાખ્યા છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં એન્ટિ-શિપ અને એન્ટી એરક્રાફ્ટ ફાયરીંગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત નજીક કોસ્ટ ગાર્ડ પણ તહેનાત કરવામાં આવ્યા છે.

બીજી તરફ પાકિસ્તાને ફરીથી આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પર પોતાના ઝંડા ફરકાવ્યા છે. એક દિવસ પહેલા પાકિસ્તાને પોસ્ટ પરથી ઝંડા હટાવી લીધા હતાં. આ દરમિયાન પાકિસ્તાને અમેરિકા પાસેથી મદદ માગી છે.

વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકાને અપીલ કરી છે કે તેઓ ભારત પર જવાબદારીપૂર્વક વર્તવા અને તેના નિવેદનો ઘટાડવા માટે દબાણ કરે.

શરીફે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોને એમ પણ કહ્યું હતું કે ભારતનું ઉશ્કેરણીજનક વલણ પ્રાદેશિક પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. રૂબિયોએ બુધવારે રાત્રે શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પહલગામ હુમલાની નિંદા કરી અને કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh