Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુરોપ-અમેરિકા વચ્ચે તંગદિલી વધતા
મુંબઈ તા. ર૧: અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ વોરની આશંકાથી આજે પ્રારંભે જ સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો કડાકો બોલી જતાં અબજોનું નુક્સાન રોકાણકારોને થયું છે, અને શેર માર્કેટમાં ગભરાટનો માહોલ છે.
વિશ્વમાં ભારે તણાવ અને ટ્રેડ વોરને જોતા ભારત સહીત અનેક દેશોના શેર બજારમાં ભારે હલચલ જોવા મળી છે. આજે ભારતીય શેર બજારમાં રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા હશે, કારણ કે ર૧ જાન્યુઆરીએ સેન્સેક્સમાં પણ ૧૦૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ ર૦૦ પોઈન્ટનો કડાકો થયો છે.
ગઈકાલે પણ સેન્સેક્સ ૧૦૬પ પોઈન્ટ તૂટ્યો હતો. છેલ્લા બે દિવસમાં શેર બજારમાં ર૦૦૦ પોઈન્ટનો ઘટાડો થયો છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડેન્માર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે વારંવાર ધમકી આપી રહ્યા છે. ગ્રીનલેન્ડ માટે તેઓ હવે યુરોપના જ દેશોને ધમકી આપી રહ્યા છે. અત્યાર સુધી યુરોપના મોટાભાગના દેશો અમેરિકાના મિત્રો ગણાતા, પરંતુ ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપ અમેરિકાનો વિરોધ કરી રહ્યું છે.
ફ્રાંસે તો ખૂલીને ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે તેવી ચેતવણી આપી છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્સામાં આવી યુરોપના ૮ દેશો પર ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે, જો કે ટ્રમ્પની ટેરિફની ધમકી પછી પણ યુરોપના દેશો હાલ તો નમતું જોખવા તૈયાર નથી. એવામાં અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડ વોરનો ખતરો વધી ગયો છે. જેના કારણે વૈશ્વિક બજારોમાં તેની અસર જોવા મળી રહી છે.
બીજી તરફ ભારતીય રૂપિયાની કિંમત પણ સતત ઘટી રહી છે. ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૯૧.૧૦ ના ઓલ ટાઈમ લો પર છે, જેના કારણે શેરબજારમાં તેની અસર થઈ રહી છે. ભારત જ નહીં કોરિયા, જાપાન, હોંગકોંગના શેર બજારમાં પણ કડાકો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial