Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાને પતિ, સાસુ, સસરા, નણંદે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યાની રાવ

બીજી એનિવર્સરીએ જ પરિણીતાએ નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના રામેશ્વરનગર પાછળ વિનાયક પાર્કમાં એક એપાર્ટમેન્ટમાં બે વર્ષ પહેલાં લગ્ન કરીને આવેલા એક યુવતીએ ગઈકાલે લગ્નની બીજી એનિવર્સરીના દિવસે જ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકવા અંગે પતિ, સાસુ, સસરા, નણંદ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા ખુશ્બુબેન રમેશભાઈ મકવાણા (ઉ.વ.ર૬)ના લગ્ન ગઈ તા.રર-૧-૨૪ના દિવસે વિનાયક પાર્કમાં કોટેચા હોલથી આગળ આવેલી રોનીત રેસીડેન્સીમાં વસવાટ કરતા હાર્દિક દિલીપભાઈ પરમાર સાથે થયા હતા.

લગ્નના ચારેક મહિના સુધી સારી રીતે રાખ્યા પછી ખુશ્બુબેનને નાની વાતમાં વાંક કાઢી ઝઘડા કરી ગાળો ભાંડવામાં આવતી હતી. તે પછી પતિ હાર્દિક તેમજ સસરા દિલીપભાઈ પરસોત્તમભાઈ પરમાર, સાસુ ભાવનાબેન અને પટેલ કોલોનીની  શેરી નં.૬ પાસે રહેતા નણંદ સીમાબેન મિતેશભાઈ જોષીએ મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

એન્જિનિયરીંગનો અભ્યાસ કરનાર આ યુવતીએ ગઈકાલે લગ્નની બીજી એનિવર્સરીના દિવસે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા, નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યા મુજબ પહેરેલા કપડે કાઢી મુકવામાં આવતા હાલમાં માવતરે રહેતા ખુશ્બુબેનને ત્યાં આવીને પણ ધાકધમકી અપાતી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh