Advertisement
Author: નોબત સમાચાર

કરપ્રણાલીને જટીલતામાંથી મુકત કરી ટ્રસ્ટ બેઈઝડ્ બનાવવાની દિશામાં પગલા આવકારદાયકઃ સીએ ગોવિંદ સોનેચા

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કેન્દ્રીય અંદાજપત્ર અંગે જામનગરના જાણીતા સીએ ગોવિંદભાઈ સોનેચાએ પ્રતિભાવમાં જણાવ્યું છે કે કર પ્રણાલીને જટીલતામાંથી મુકત કરી ટ્રસ્ટ બેઈઝડ્ (વિશ્વાસ આધારિત) બનાવવાની દિશામાં જાહેર કરાયેલા પગલા આવકારદાયક છે.

જૂના જટિલ કાયદાની જગ્યાએ નવો, સરળ ઈન્કમટેકસ કાયદો લાવવામાં આવશે, જે સામાન્ય લોકો સમજી શકે તે રીતે લખાયેલો હશે અને વિવાદો ઓછા કરશે. સરકારે ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત આપી છે. નવો ટેકસ રીજિમ સરળ બનાવાયો છે, જેમાં વધુ આવક પર ટેકસ નહીં લાગે અને રિટર્ન ફાઈલ કરવું સરળ બનશે. રિફંડમાં વિલંબ ઓછો થશે. ટેકસ વ્યવસ્થા વિશ્વાસ આધારિત અને સરળ બનશે, જેમાં વિવાદો ઓછા અને નિવારણ ઝડપી થશે.

બજેટ ૨૦૨૬માં કર સંબંધી પ્રોસિકયુશન સુધારાઓનો મુખ્ય ઉદ્ેશ એવો રહેવાની શકયતા છે કે ફકત ઈરાદાપૂર્વક કરચોરીના કેસોમાં જ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, જયારે ટેકનિકલ, પ્રક્રિયાત્મક અથવા નાનાં પાલનભંગને પ્રોસિકયુશનની બહાર રાખવામાં આવે. આથી અનાવશ્યક હેરાનગતિ અને વિવાદ ઘટે, એક જ બાબતમાં દંડ અને પ્રોસિકયુશન બંને ટળે, અને રૂટીન ભૂલો માટે ડિક્રિમિનલાઈઝેશન તરફ આગળ વધવામાં આવે. આગળ જઈને કર વસૂલાત માટે દંડ, કમ્પાઉન્ડિંગ અને પ્રશાસકીય ઉપાયો પર વધુ ભાર રહેવાની શકયતા છે અને પ્રોસિકયુશનને સામાન્ય નિયમ નહીં પરંતુ અપવાદ તરીકે રાખવામાં આવશે, જેથી કર પ્રણાલી વધુ ન્યાયસંગત અને કરદાતા-મૈત્રીપૂર્ણ બને.

ટીડીએસ અને ટીસીએસ જોગવાઈઓમાં રેશનલાઈઝેશન જાહેર કર્યુ છે જેથી વધારાની વસુલાત અને વર્કિંગ કેપિટલ પર પડતો ભાર ઘટે. ટીડીએસ/ટીસીએસને માત્ર કર વસુલાત અને રિપોર્ટિંગ મિકેનિઝમ તરીકે જ રાખવાનો ઉદ્ેશ છે, આવક અટકાવનારા સાધન તરીકે નહીં. જયાં આવક ટ્રેસેબલ છે ત્યાં બિનજરૂરી  ટીડીએસ/ ટીસીએસ ઘટાડવામાં આવશે. નીલ/ લોવર ટીડીએસ સર્ટિફિકેટ ઓનલાઈન અને સરળ બનશે. એલઆરએસ (વિદેશ મોકલેલી રકમ) માટેઃ એલઆરએસ દરોમાં લિબેરલાઈજનેશન કરવામાં આવી છે જ્યાં શૈક્ષણિક અને તબીબી ખર્ચ માટેના દરો ૫ % થી ઘટાડીને ૨% કરવામાં આવ્યા છે. કલમ ૧૧૫જેબી હેઠળ એમએટી વ્યવસ્થા યથાવત રહેશે, પરંતુ બુક પ્રોફિટની ગણતરીમાં સ્પષ્ટતા અને વિવાદ ઘટાડવા પર ભાર રહેશે. એમએટી ક્રેડિટ વ્યવસ્થા ચાલુ રહેશે. એમએટીની દરો ૧૫% થી ઘટીને ૧૪% થઈ ગઈ છે.

શેરના બાયબેક પરનો લાભ અન્ય આવકના વિલના બદલે કેપિટલ ગેઈન તરીકે ટેકસ કરવામાં આવશે. ફકત વ્યખ્યાત્મક મતભેદને કારણે કંપનીઓને દંડાત્મક કાર્યવાહીનો સામનો ન કરવો પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે. મર્જર, ડિમર્જર, બાય-બેક  અને કોર્પોરેટ રીસ્ટ્રકચરિંગ જેવી પ્રક્રિયાઓમાં માઈનોરિટી શેરહોલ્ડરોના હિતોની સુરક્ષા માટે ડાયરેકટ ટેકસ જોગવાઈઓને વધુ ન્યાય સંગત બનાવવાનો ઉદ્ેશ છે. યોગ્ય વ્યવહારોમાં અનાવશ્યક કર બોજો ન આવે તે માટે ટેકસ ન્યુટ્રાલિટી જાળવવામાં આવશે. એફએમ એ ટેકસ વિવાદોમાં ઘટાડો, કાયદામાં નિશ્ચિતતા, અને વિશ્વાસ આધારિત કર પ્રશાસન પર ભાર મૂકયો છે. સાચા કરદાતાઓને સ્પષ્ટતા અને ઝડપી નિવારણ મળે અને ગંભીર કરચોરી પર જ પ્રશાસકીય સંસાધનો વપરાય તે દિશામાં સુધારા આગળ વધશે. ડાયરેકટ ટેકસ પ્રસ્તાવોનો સમૂહ ઉદ્ેશ ગેર-વિરોધાત્મક, અનુમાન યોગ્ય અને કરદાતા- મૈત્રીપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવાનો છે, જયારે ઈરાદાપૂર્વક કરચોરી સામે કડક વલણ યથાવત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh