Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં પાંચ દિવસમાં માવઠાની આગાહી

અમદાવાદ-રાજકોટમાં તાપમાનનો પારો ઊંચો રહેશેઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩: આજથી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ-રાજકોટ વિગેરે વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો રહી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે ૩ મે થી ૪ મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી શરી છે. આજથી વાતાવરણમાં પલટો આવવાની સાથે તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી ઘટાડો થવાની સંભાવના છે.

બીજી તરફ અમદાવાદ અને રાજકોટમાં ૪ર ડીગ્રી જેટલું તાપમાન રહેવાથી ગરમીમાં બહુ રાહત નહીં થાય.

ઉલ્લેખનિય છે કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર અપાર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેથી આજથી રાજ્યમાં મહત્તમ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. એને લઈને ખેડૂતોને પણ જે માલસામાન ખુલ્લામાં પડ્યો હોય એને સલામત સ્થળે ખસેડી લેવા અપીલ કરવામાં આવી છે.

તદુપરાંત રાજ્યમાં રવિવારથી શુક્રવાર સુધી ગુજરાતમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સોમવારે બનાસબાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે. મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગઈકાલે ગાંધીનગરમાં ૪૩.પ ડીગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૪૩.૪ ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડીગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદનું તાપમાન ૪ર ની આસપાસ રહેશે, જ્યારે રાજકોટમાં પણ તાપમાનનો પારો ઊંચો રહેશે. ત્યારપછી ૬ મે પછી તાપમાન ૪૦ ડીગ્રીથી નીચે જતાં ગરમીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh