Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર તથા મકાનમાંથી મળ્યો ઈંગ્લીશ દારૃઃ
જામનગર તા. ૨: જામનગરના લાલપુર બાયપાસ રોડ પરથી ગઈરાત્રે બે શખ્સ બાઈકમાં દારૂની છ બોટલ સાથે જતા હતા ત્યારે પોલીસે દબોચી લીધા હતા. ત્રીજા સાગરિતનું નામ મળ્યું છે. દિગ્વિજય પ્લોટ-પ૮માં એક મકાનમાંથી બે ચપલા કબજે કરાયા છે અને મહાકાળી સર્કલ પાસે મોટરમાંથી ૨૦૦ એમએલ ભરેલી દારૂની બોટલ કબજે કરાઈ છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ખંભાળિયા બાયપાસથી લાલપુર બાયપાસ તરફ જતા રસ્તા પરથી ગઈરાત્રે પસાર થતાં જીજે-૧૦-ડીએન ૭૩૩૬ નંબરના મોટરસાયકલને પેટ્રોલિંગમાં રહેતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકાવી તલાશી લેતા તે બાઈકની ડેકીમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની છ બોટલ મળી આવી હતી.
આ બોટલ સાથે જાગૃતિનગરમાં રહેતો કિશન કનૈયાલાલ પંજવાણી તથા ગુલાબનગરના સંજરી ચોક નજીક વસવાટ કરતો કરણ નારાયણભાઈ ચેલારામાણી મળી આવ્યા હતા. આ શખ્સોએ દારૂનો જથ્થો રામેશ્વરનગરવાળા કરણ ગોરધનભાઈ રાજાણી નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે બોટલ તથા બાઈક કબજે કર્યા છે.
જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા મહાકાળી સર્કલ નજીકથી શનિવારે સાંજે પસાર થઈ રહેલી જીજે-૩૬-આર ૭૦૭૭ નંબરની ક્રેટા મોટરને પોલીસે રોકાવી તલાસી લેતા તે મોટરમાંથી ૨૦૦ એમએલ દારૂની બોટલ સાથે સોમનગર સોસાયટીવાળો મયુર રાજુભાઈ કેસરિયા મકવાણા નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂની બોટલ તથા મોટર કબજે કરી મયુરની ધરપકડ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નંબર ૫૮માં એક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી રવિવારે સિટી એ ડિવિઝનના સ્ટાફે પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી ત્યાં આવેલા ચિરાગ વિજયભાઈ કટારમલ નામના શખ્સના મકાનમાંં દરોડો પાડી તલાશી લેતા તે મકાનમાંથી ઇંગ્લિશ દારૂના બે ચપલા મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial