Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના બેડ-સોયલના ટોલનાકાઓ પર વાહન થોભાવી ટેકસ ચૂકવવા અંગે જાહેરનામુ

નજીકની ખાનગી જમીનમાંથી બાયપાસ કાઢવા પર પ્રતિબંધ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્સ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલપ્લાઝાની નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલો ટોલ ટેક્ષની ચુકવણી બાદ તેની પહોંચ મેળવી લેવી. જો નિયમાનુસાર મુક્તિ મળવા પાત્ર હોય, તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.

આ ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઈ પસાર થઈ શકે તેવો કોઈપણ બાયપાસ પ્રકારનો રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેકસ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય, તો તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહી.

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. ૨૯/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડ અથવા હુકમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા ના ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh