Advertisement
Author: નોબત સમાચાર

કચરાનો કોન્ટ્રાક્ટ વાર્ષિક ૩૦ કરોડના બદલે વરસે ૯૦ કરોડનો થઈ ગયો...

તોતીંગ ભાવ વધારો...!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકાના કામોમાં કાયમ મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકાઓ સાથે ચર્ચા-ટીકા થતી રહે છે. આ મેલી મથરાવટીને ચોખ્ખી કરવાના બદલે વધુ નવા ખેલ રહે છે...!

તાજેતરમાં જ મ્યુનિ. ટાઉનહોલના અધધધ...રૂપિયા સાત કરોડના રીનોવેશનના ખર્ચની ચર્ચા થઈ રહી છે ત્યારે હવે કચરાના કોન્ટ્રાક્ટમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની બુમરાડ મચી જવા પામી છે.

કચરાનો કોન્ટ્રાક્ટ છેલ્લા બે વરસથી અંદાજે વાર્ષિક રૂ. ૩૦ કરોડનો અપાતો હતો અને તે પ્રમાનણે ખર્ચ થતો હતો.

હવે છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં દસ વરસ માટે રૂ. ૯૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો મુદ્દો એજન્ડમાં હતો. અર્થાત વરસેદહાડે રૂ. ૯૦ કરોડ !

ભાજપના સત્તાવાળાઓએ કચરાના કોન્ટ્રાક્ટમાં જાતે જ તોતીંગ ભાવ વધારો કરી વાર્ષિક રૂ. ૩૦ કરોડના રૂ. ૯૦ કરોડ કરી નાંખ્યા...!

જો કે, વિપક્ષના હોબાળા વચ્ચે આ દરખાસ્ત હાલ તો પેન્ડીંગ રાખવામાં આવી હોવાનું જાહેર થયું છે, પણ અંતરંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે ભાજપના પદાધિકારીઓ બહુમતીના જોરે આ દરખાસ્તને મંજૂર કરાવીને જ રહેશે... એક ચોક્કસ પદાધિકારીએ આ મુદ્દાને પ્રેસ્ટીજ ઈશ્યુ બનાવ્યો છે !

સૌથી નવાઈની વાત એ છે કે, કોઈપણ કોન્ટ્રાકટ અપાય તો તે એક-બે વર્ષ માટે હોય છે. પણ અહીં તો સીધા ૧૦ વર્ષ માટે કોન્ટ્રાકટ આપી દેવાની હિલચાલે સૌને ચોંકાવી દીધા છે.

શું કોઈપણ ચૂંટાયેલા પદાધિકારીની મુદત ૧૦ વર્ષનીી છે ? હાલના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન તો શું આખે આખા બોર્ડના સુધી જ ૨૦૨૬ ફેબ્રુઆરીમાં પૂરી થઈ રહી છે ત્યારે દસ વર્ષનો કોન્ટ્રાકટ આપ્યાની સત્તા તેમને છે ?

કચરાના કોન્ટ્રાકટમાં રૂ. ૩૦ કરોડમાં પણ મોટી પ્રસાદી આપવી પડતી હોય તો વાર્ષિક ૯૦ કરોડ અને દસ વર્ષના ૯૦૦ કરોડના કોન્ટ્રાકટમાં પ્રસાદનો થાય કેવડો મોટો હશે... ?? તેવું જાહેરમાં ચર્ચાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh