Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના મામલે ગુનેગારોમાં જામનગર શહેર સમગ્ર રાજ્યમાં બીજાક્રમેઃ કચ્છ-સૌરાષ્ટ્રમાં અવ્વલ

સૌથી વધુ જામનગરના ૧૧૩ અસામાજિક તત્ત્વોના જોડાણ કપાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: વીજચોરીના મામલે સૌથી વધુ ગુનેગારોની યાદીમાં જામનગર શહેર સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે રહ્યું છે. સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરના ૧૧૩ અસામાજિક તત્ત્વોના વીજ જોડાણ કપાયા છે. અને જામનગર શહેર કચ્છ-સૌરાષ્ટ્રમાં અવ્વલ રહ્યું છે.

ગત નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં રાજયના પોલીસ વડા દ્વારા રાજયભરના માથાભારે તત્ત્વો વિરૂદ્ધ ૧૦૦ કલાકના ઓપરેશન અંતર્ગત જામનગર જિલ્લાના ૨૮૫ સહિત રાજયભરના ૭૬૧૨ અસામાજિક તત્ત્વોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં સૌથી ગુનેગારો સુરેન્દ્રનગર જિલ્લામાં છે, અને બીજા ક્રમે જામનગરનો સમાવેશ     થાય છે.

જામનગર જિલ્લા પોલીસે હિસ્ટ્રીશીટર, બુટલેગર, હત્યા, પ્રોહિબીશન સહિતના ગુનામાં સંડોવાયેલા અપરાધીઓનું લીસ્ટ તૈયાર કર્યા બાદ અપરાધીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને બેડી વિસ્તારમાં ૧૦ કરોડથી વધુની કિંમતી પાંચ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૧૩ જેટલા અસામાજિક તત્ત્વોના ગેરકાયત્ત્ર વીજ જોડાણ કાપી રૂ.૧૧૪ .૩૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

એટલું જ નહીં તાજેતરમાં પશ્વિમ ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ વીજ ચોરીના આંકમાં સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રના ૧૬ સર્કલમાં જામનગર સર્કલ ૪૧.૨૮ કરોડની વીજ ચોરી સાથે અવ્વલ સ્થાને રહૃાું હતું, અને હવે અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવતી વીજ ચોરીમાં પણ જામનગર મોખરે છે.

 સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાં ઓપરેશન ૧૦૦ કલાક અંતર્ગત ૬૦૦ જેટલા અસામાજિક તત્ત્વોના વીજ જોડાણ કાપી રૂ.૫૨૨.૬ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh