Advertisement
Author: નોબત સમાચાર

શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ વિરૂદ્ધ આરોપો પાછળ રાજકારણ અને ષડયંત્ર - સત્યનો થશે વિજય

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીનું મહત્ત્વપૂર્ણ નિવેદનઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. રઃ તાજેતરમાં બદ્રીનાથ નાં જ્યોતિષપીઠનાં શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ વિરૂદ્ધ થયેલા યૌન શોષણ સહિતનાં આરોપોથી ખળભળાટ થયા પછી આ મુદ્દે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ   સરસ્વતીજીએ ઝારખંડ પ્રવાસ દરમ્યાન આ મુદ્દે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનાં સમર્થનમાં મહત્વનું નિવેદન આપ્યું છે.

  ઝારખંડનાં મનોહરપુરનાં વિશ્વ કલ્યાણ આશ્રમ સમીજમાં આયોજીત પત્રકાર પરીષદમાં સ્વામી સદાનંદ સરસ્વતીજીએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધનાં આરોપો પાછળ રાજકારણ અને ષડયંત્ર છે.સાચા સંતો શંકરાચાર્યજીની સાથે છે. સત્ય જલદી જ બહાર આવશે અને સત્યનો વિજય થશે. આ તકે તેમણે 'નીતિથી રાજનીતિ' થશે તો જ સૌનું કલ્યાણ થશે એવો સૂચક સંદેશ આપી અમુક સંતો સત્તાને જ સત્ય સમજી સત્તાધીશોનાં દિશાનિર્દેશ પર કામ કરતા હોવાનું જણાવી આવા સંતોને ભૌતિક સુખ સુવિધા તો મળશે પણ પરમાત્મા નહી મળે એવી પણ વાત કહી હતી.

  ઉલ્લેખનીય છે કે તેમણે શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદનાં પટ્ટાભિષેક ને લઇને ઉઠતા સવાલો ઉપર પણ જવાબ આપતા જણાવ્યું હતુ કે પટ્ટાભિષેક પરંપરાગત રીતે અને નિયમાનુસાર થયા છે અને તેનાં પૂરતા પુરાવાઓ પણ ઉપલબ્ધ છે.

 આમ દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી દ્વારા જ્યોતિષપીઠનાં શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદનાં સમર્થનમાં મિડીયાને મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh