Advertisement
Author: નોબત સમાચાર

૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૦: ગુજરાતના યુવક અને યુવતીઓમાં લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો વિકસે તથા યુવા વર્ગમાં મતદાનનું મહત્ત્વ સમજાય, ચૂંટણી વ્યવસ્થાની માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રનું લોકતંત્ર મજબુત થાય તે માટે ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ માટે "યુથ એસેમ્બલી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકે ચૂંટણીમાં મતદાનનું મહત્ત્વ, કલાઈમેટ ચેન્જ/આબોહવા પરિવર્તન-પૃૃથ્વી માટે સૌથી મોટો ખતરો, એઆઈ વરદાન કે અભિશાપ ? ફિટ ભારત હિટ ભારત, આત્મનિર્ભર ભારતઃ ભારતમાં બનાવો, વિશ્વ માટે બનાવો વિષય પર પોતાના વિચારો રજૂ કરવા માટે ૫ થી ૧૦ મિનિટનો સમય મળશે. સ્પર્ધામાં જિલ્લામાંથી એક વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેશે.

સ્પર્ધકે ફોર્મ તા. ૨૫-૨-૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. સી-૧/૨, અને સી-૧/૪, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયામાં મોકલવાનું રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી,દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh